વરુણ ધવને ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ સગાઇ કરી લીધી..?!!

મુંબઈ,
બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. વરૂણ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વિશે વધારે વાત નથી કરતો, પરંતુ તેણી સાથે પોતાના સંબંધો વિશે કબૂલાત કરી છે. આ સાથે જ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે વરૂણ ધવન આ સંબંધોમાં એક પગલું આગળ વધી ગયો છે. મીડિયા રિપોટ્ર્સ દાવો કરી રહ્યા છે કે વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી ચૂક્યો છે, તે પણ ગુપચુપ. જાકે વરુણ ધવન પહેલા જ કહી ચૂકયો છે કે તે હમણાં લગ્ન વિશે વિચારતો નથી. આવી સ્થિતિમાં આ અહેવાલો કેટલા સાચા છે તે કહેવું મુશ્કેલ છે. મનોરંજન વેબસાઇટનાં અહેવાલ મુજબ વરુણ ધવને તેની પ્રેમિકા નતાશા દલાલ સાથે વર્ષ ૨૦૧૮માં જ સગાઈ કરી લીધી છે. આ બંનેના સંબંધને પરિવારના સભ્યોએ પણ સ્વીકાર્યા છે, તે બંને પરિવારની સામે જ સગાઈ કરી લીધી હતી. સગાઈના સમાચાર મીડિયા પર આવ્યા નહીં, તેથી આ સગાઈની વિધિ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી. આ સમારોહમાં વરૂણ અને નતાશાના પરિવાર ઉપરાંત ૧-૨ નજીકના મિત્રો જ સામેલ થયા હતા.