દિયોદર લાયન્સ ક્લબ પરિવાર દ્વારા રક્તદાન શિબિર

વર્તમાન સમયમાં વિવિધ સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને રક્ત મળી રહે તે હેતુથી રક્તદાન શિબિરનું આયોજન વિવિધ સંસ્થાઓ દ્વારા થતું હોય છે ત્યારે આજરોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દિયોદર મામલતદાર પી એસ પંચાલ તેમજ પધારેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી શિબિર ને ખુલી મૂકવામાં આવી હતી. આ શિબિરમાં દિયોદર લાયન્સ ક્લબ પરિવાર દ્વારા રક્તદાતાઓ ને ભારત માતાનો ફોટો આપી આભાર માન્યો હતો જોકે આ શિબિર નારણભાઈ ઉકાભાઇ પટેલના સ્મરણાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિયોદર મામલતદાર પી.એસ .પંચાલ લાયન્સ કલબના પ્રમુખ પ્રદીપભાઈ શાહ ,ઉપપ્રમુખ, મંત્રી તેમજ લાયન્સ કલબના સભ્યો મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી આ શિબિર ને સફળ બનાવી હતી…