પાટણ : કુણધેર ગ્રામ પંચાયત અને આત્મીય ટ્યૂશન કલાસીસના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ

શામળ નાઈ, દિયોદર
પાટણના કુણધેર ખાતે કુણધેર ગ્રામ પંચાયત અને આત્મીય ટ્યૂશન કલાસીસના સયુકત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના જાગૃત સરપંચ શ્રી કાંતિભાઇ પટેલ,પાટણ તાલુકાના ડેલીગેટ લક્ષ્મણસિંહ પરમાર,ઉપ સરપંચ ઉદેસિંહ રાઠોડ, કિશાન એકતા સમિતિના તાલુકા પ્રમુખ શૈલેન્દ્રસિંહ સોઢા, ગ્રામ સેવક ઘનશ્યામભાઈ, કુણધેર પંચાયતના જાગૃત સદસ્ય ગીરીશભાઇ પરમાર, શિવાજી, ચંપુજી, બાબુભાઇ, રમેશભાઇ, ગામના જાગૃત નાગરિક ધમેન્દ્રસિંહ ખટાણા તેમજ આત્મીય ટયુશન કલાસીસના સૌ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે ગામ પંચાયત અને ગામ તળાવ અને બાળાપીર ટેકરીએ વૃક્ષારોપણ કરી તેના ઉછેરનો પણ સૌએ સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મીય ટયુશન કલાસીસના સંચાલક કૃણાલભાઇ પટેલ અને સુરજભાઇ પટેલે કર્યું હતું.