દામનગર રાષ્ટ્રીયતાનો સંદેશ આપતા ધર્મસ્થાન વેજનાથ મહાદેવને ત્રિરંગાથી સુશોભિત કર્યા

દામનગર શહેરમાં વેજનાથ મહાદેવ મંદિરે રાષ્ટ્રીય પર્વે ત્રિરંગા ની થીમ થી સુશોભિત કરાયું -રાષ્ટ્રીય પર્વ રક્ષાબંધન શ્રાવણી બળેવ નાળિયેરી પૂર્ણિમા એક દિવસ માં ચાર તહેવારો ની અનેકો રીતે ઉજવણી ઓ કરાય છે. રાષ્ટ્રીય પર્વ ૭૩ માં સ્વાતંત્રય દિન ની ધર્મસ્થાનો માં અદબ થી ઉજવણી વીરપસલી વ્રતધારી બહેનો મંદિર માં પૂજા બાદ પોતા ના ભાઈ ના લાંબા આયુ ની કામના કરે છે દરિયા ખેડુ નાળિયેરી પૂર્ણિમા એ દરિયાકાંઠે પૂજા કરે છે અને પંડિતો યજ્ઞપવીત જનોઈ ધારણ કરે છે. દામનગર ના વેજનાથ મહાદેવ મંદિર ને ત્રિરંગા ની થીમ થી સુશોભિત કરી રાષ્ટ્રીય પર્વે ની દર્શનાર્થીઓ ને વહેલી સવાર ના દર્શન થી રાષ્ટ્ર પર્વ ની યાદ અપાવી હતી.