અંબાજીની એસબીઆઈ બ્રાન્ચ ખાતે 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

દેશભરમા 15 ઓગસ્ટ ની ઉજવણી ખુબજ ધામધુમ થી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ જગ્યા ઉપર સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને અહીં બનાસકાંઠા જિલ્લા નો સ્વતંત્ર પર્વ દાંતા ખાતે ઉજવવામાં આવ્યો હતો. અંબાજી ના ડી કે સર્કલ પાસે આવેલી એસબીઆઈ બેન્ક મા પણ 15 ઓગસ્ટ ના રોજ સવારે બેન્ક ના પ્રાંગણ મા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો અહીં આ બેન્ક મા સુકન્યા યોજના ખાતું ધરાવતી બાળા ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો અને એસબીઆઈ બેંક ના અને સ્ટાફ ગણ હાજર રહી ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.