દામનગરની ઝેડ એમ અજમેર ગર્લ્સ સ્કૂલના સ્વતંત્રતા પર્વે વૃક્ષારોપણ

દામનગર શહેરની શિક્ષણ જગતની શાન ગાંધીજી આદર્શોને અનુચરતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલમાં ૭૩માંસ્વતંત્રતા પર્વે પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણીયાના હસ્તે ધ્વજ વંદન કરાયું શાળા શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ એ સલામી આપી શાનદાર ઉજવણી કરી હતી સાથે વૃક્ષારોપણ કર્યું હતું શિસ્ત સંસ્કારની હિમાયતી હાઇસ્કૂલમાં ૧૨૦૦ દીકરીઓ જ્યાં શિક્ષણ મેળવી રહી છે તે સ્કૂલ ના ગ્રાઉન્ડ પર વૃક્ષારોપણ કરાયું.