અધિકારીઓની ધોલાઈ : ગડકરીજી, શું આ મોબ લિચીગનો કોઈ નવો અવતાર છે કે શું…..?

(જી.એન.એસ) હર્ષદ કામદાર
નીતિન ગડકરીજી પ્રધાનમંત્રી ના બની શક્્યા એ તો તેમનું નસીબ પરંતુ તેમણે પોતાના મોઢેથી એવું કંઈક કહી દીધું કે અધિકારીઓના નસીબ ઉપર ખતરો ઉભો થઈ ગયો તે કહી ના શકાય. તેમણે પોતાના મતક્ષેત્ર નાગપુરથી નાગ રૂપી ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા શબ્દોમાં ચેતવણી આપી કે જા આઠ દિવસમાં લોકોના કામ નહીં થાય તો લોકોને કહીને તમારી ધોલાઇ કરી નાખીશુ….!
ધોલાઈ કરવી એટલે કે પીટાઈ કરવી, એટલે કે કાયદો હાથમાં લેવો. મંત્રીજીની વાત સાંભળીને કોઈપણ ભ્રષ્ટ અધિકારીઓની પીટાઈ કરી દીધી અને માર મારતા મારતા કોઈ રામશરણ થઈ જશે તો તેની જવાબદારી કોની….? શું કાયદો હાથમાં લેવાવાળાને માફ કરી દેવાશે…..? શું આ મોબ લિંચિંગને કોઈ નવો અવતાર કહેવામાં આવશે…..? આખરે મંત્રીજીએ આવું કેમ કહેવુ પડ્યું….? શું તેઓ લોકોને ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધ ભડકાવવાનું ઈચ્છે છે…..? તેનો એક મતલબ એવો પણ થાય કે દેશના મંત્રીજીને ભ્રષ્ટ અધિકારીઓને માટે બનાવવામાં આવેલા કડક કાયદામાં વિશ્વાસ નથી કે શું…..? કે પછી એન્ટીકરપ્શન કાયદો નિષ્ફળ થઈ ગયો…..?
છેલ્લા કેટલાક સમયથી દેશમા બાળક ચોર કે પશુ ચોરને લઈને કેટલાક લોકોની મારી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આને રોકવાના હેતુ માટે વિશેષ કાયદો બનાવવાનો આદેશ પણ આપી દીધો છે. મોબ લિંચિંગની ઘટનાઓમાં મોટાભાગે તો અફવાઓએ જ ખોટું કામ કર્યું. જેમાં સોશિયલ મીડિયા પણ કેટલીક હદ સુધી જવાબદાર છે સોશ્યલ મિડીયામા બાળક ચોરની અફવાઓ ચાલી અને કેટલાય નિર્દોષોના જીવ ચાલ્યા ગયા. મોબ લિચીગના કેસમાં કેટલાયે લોકો જેલમાં બંધ છે. જાકે એ વાત જુદી છે કે રાજસ્થાનના અલવરના પહલુખાનની મોબ લિચીગ દ્વારા હત્યા કેસમાં બધા આરોપી છૂટી ગયા.
કોઈના કહેવાથી કે કોઈ અફવા શરૂ થતા ટોળા દ્વારા કોઈની હત્યા કરવામાં પોલીસને જે હાથ લાગ્યા તેને પકડી પકડીને ઠોકી દેવામાં મોડું નથી કરતી. મંત્રી નિતીનજીએ કહી કીધું અને કોઈએ લોકોને ભડકાવીને કોઈ અધિકારીની કચેરીમાં ધોલાઈ કરી નાખી અને હત્યા થઈ ગઈ તો…..? તો શું તેના માટે મંત્રીજીને પોલીસ પકડશે આ ગુનામાં કે તમે લોકોને કાયદો હાથમાં લેવાનું કÌšં અને લોકોએ કાનૂન પોતાના હાથમાં લઈને કોઈનું કામ તમામ કરી દીધું તો તમે જવાબદાર છો. પોલીસ મંત્રીજીને નહી પૂછે પરંતુ જેમણે કોઈ અધિકારીની ધોલાઈ કરી દીધી તો તે તો ગયો બારના ભાવમાં….!
સરકારી ઓફિસમાં કામ ન થવા પાછળ કેટલાય કારણો હોય છે. જેમાં ભ્રષ્ટાચાર મુખ્ય છે. નિતીનજી જે મંત્રાલયના સ્વામી છે તે મંત્રાલયમાં ભ્રષ્ટ અધિકારીઓ ના હોય તેવું મંત્રીજી છાતી ઠોકીને કહી શકે છે શું…..? મંત્રીજીનુ વિવાદિત નિવેદન નયા ભારતમાં મોબ લિચીગની કોઈ નવી પરિભાષા તો નથીને…….? મંત્રીજીએ લાચ લેવા વાળા કર્મચારીઓને ચોર કહ્યા છે. સાચું કÌšં પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ થાય. મંત્રીજીએ પીટાઈનો ડંડો ઉઠાવ્યો અને અકળાઈ ગયેલા અધિકારીઓ ડરના માર્યા લોકોના કામ કરવા લાગ્યા તો તેનાથી લોકોને જ લાભ છે. પરંતુ તેમની ધોલાઇ કરાવી દઈશ….. તેનાથી દૂર રહેવું જાઇતું હતું.
મંત્રીજીથી પ્રેરણા લઈને ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મંત્રીજીને સારું લગાડવા કોઈ અધિકારીની ધોલાઈ કરી દીધી તો……? મંત્રીજી લઘુ ઉદ્યોગની સાથે ટોલ પ્લાઝા ઉપર પણ કંઈક ધ્યાન આપો. હાઈ વેના રસ્તાઓની પણ મુલાકાત લો. રસ્તાઓ, હાઇવે, પુલ બનાવવાનુ સરકારનું કામ છે. ખાનગીકરણના કારણે હાઇવેનો ઉપયોગ કરવાને માટે સામાન્ય નાગરિકોથી ટોલ વસુલ કરવો અને ગમે તે દિવસે હાઇવે ઠેકેદાર દ્વારા ટોલમાં વધારો કરવો એ વાહન ચાલકની ઠેકેદાર દ્વારા પૈસાની ધોલાઈ નથી શું…..? તેને કોણ રોકશે……? જરા આવા ભ્રષ્ટ ઠેકેદારને પણ ચેતવણી આપજા. નાગપુર તમને પ્રધાનમંત્રીના રૂપમાં જાવાનું ઈચ્છે છે. તમારી મનોકામના પૂર્ણ થાય.
નમસ્તે સદા વત્સલે….!!