હળવદમા રોહીદાસ વંશી સમાજ દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર..

હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતુ. દિલ્હીના તુઘલકાબાદ વિસ્તારમાં આવેલ આશરે ૬૦૦ વર્ષ પુરાણ સંત શ્રી રવિદાસ બાપુ નું મંદિર તોડી પડાતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજે રોહીદાસ વંશી સમાજ દ્વારા હળવદ મામલતદાર તેમજ હળવદ પોલીસ ને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રવિદાસ બાપુ નું મંદિર પુનઃ સ્થાપિત કરવામાં આવે અને મંદિરનો કબ્જો ગુરુ રવિદાસ જયંતિ સમારોહ સમિતિને સોંપવામાં આવે અને પૂરતું ભંડોળ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે હરિભાઈ પરમાર,લવજીભાઈ પરમાર, કિશોરભાઇ પરમાર,કરશનભાઈ રાઠોડ,બીજલભાઇ પરમાર, નાગજીભાઈ પરમાર સહીતનો હાજર રહી દિલ્હીમાં બનેલી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી સંત શિરોમણી રવિદાસ અમર રહોના નારા લગાવ્યા હતા.
જગદીશ પરમાર