દિયોદરમાં શીતળાસાતમ નિમિતે શીતળા માતાજીનું પુજન

શામળ નાઈ, દિયોદર
શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે શીતળા માતાજીનું પુજન કરી તેમની વાર્તા તથા વ્રત કરવામાં આવતું હોય છે અને દિવસભર ઠંડુ ખાવાની માન્યતા પણ રહેલી છે ત્યારે બનાસકાંઠા ના દિયોદરમાં પણ અનેક બહેનો શીતળા માતાજીનું પુજન કરી તેમનું વ્રત કરતાં જોવા મળ્યા છે. તસવીરમાં દશ્યમાન અગરબેન જામાભાઈ નાઈ ના જણાવ્યા મુજબ આ વ્રત કરનારે સવારે ઊઠી નાહી ધોઈ માતાજીનું પુજન કરી આખો દિવસ ઠંડુ જમવાનું હોય છે, ચૂલો પ્રગટાવવાનો હોતો નથી કારણ કે માતાજી દરેક ઘરની મુલાકાત આજના દિવસે લેતા હોય છે તેવું સર્વેનું માનવું હોય છે. માતાજીને પ્રસાદ રૂપે કુલર, દહી અને થુંબરો ધરાય છે.