માતા બનવાનાં છો? તો લેબર પ્રિપરેશન ક્લાસમાં જોડાઇ પ્રસુતિ માટે માનસિક રીતે તૈયાર થઇ જાવ…

– ડો. હિમાની શાહ
ઘણીવાર કેટલાક પેશન્ટ ગુગલ કરીને આવતા હોય છે. નતાશાબેન પણ ગુગલ-પેશન્ટ જ હતા. એ મારી પાસે આવ્યા.એમણે કહ્યું-આ મારી પહેલી પ્રેગ્નન્સી છે. મેં ગુગલ કરીને ચેક કરી લીધું છે-મને નથી લાગતું કે મને દૂધ આવે…નિપલમાંથી પણ રસી જેવું કંઇક નીકળે છે, બ્રેસ્ટ પણ મોટા થઇ ગયા છે. નતાશાબેન બોલતાં જ જતા હતા. મેં એમને શાંત પાડ્યા અને કહ્યું-નતાશાબેન, પહેલા મને ચેક કરી લેવા દો. મેં એમને તપાસ્યા. કોઇ તકલીફ ન્હોતી. મેં કહ્યું, ચિંતા કરવાનું કોઇ કારણ નથી.
તમારી તબિયત બરાબર જ છે અને તમને દૂધ આવશે જ. તો ય નતાશાબેનની ચિંતા ઓછી થઇ નહીં. ગુગલ પર અપલોડ કરાયેલી બધી જ માહિતીને એ સાચી માની રહ્યા હતા. મેં એમને કહ્યું-ગુગલ દર વખતે સાચું હોય એવું જરૂરી હોતું નથી. લેબર પ્રિપરેશન માટેનાં ક્લાસીસ હવે સુરત શહેરમાં ડો. હિમાની શાહ જે ગાયનેક ફિઝિઓથેરાપીસ્ટ છે એમને શરૂ કર્યા છે. એમાં જોડાઇ જશો તો બધી વાતોથી માહિતગાર થઇ જશો. આપણે ત્યાં નતાશાબેન જેવી બીજી અનેક મહિલાઓ છે. જે ગુગલ જ્ઞાન મેળવે છે.
આવી મહિલાઓએ પ્રેગ્નન્સી માટેની તૈયારી ગુગલ પરથી નહીં પણ-લેબર પ્રિપરેશન માટેનાં ક્લાસ દ્વારા કરવી જોઇએ. લેબર પ્રિપરેશનનાં ક્લાસીસમાં દરેક માતાને વ્યક્તિગત રીતે તપાસવામાં આવે છે અને ત્યારબાદ એની પ્રકૃતિ પ્રમાણે એને લેબર પેઇન માટે તૈયાર કરવામાં આવે છે. બ્રેસ્ટ ફિડીંગ કેવી રીતે કરવું-આ વિશે પણ એમને શીખવવામાં આવે છે. હવેની માતાઓએ આવા ક્લાસીસમાં જોડાવું જોઇએ. વિદેશમાં આવા ક્લાસીસ નિયમિતપણે ચાલે છે, આપણે ત્યાં હવે આ ક્લાસીસની શરૂઆત થઇ છે.