દાંતાના અખાળા મહાદેવ મંદિર ખાતે બરફ ના અમરનાથ બનાવવામાં આવ્યા

અમિત પટેલ.અંબાજી
આખા દેશમાં શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છે જ્યારે ગુજરાત માં શ્રાવણ માસ અમાવસ્ ના દિવસે પૂર્ણ થશે ત્યારે આજે શ્રાવણ માસ ના અંતિમ સોમવારે વિવિધ મહાદેવ ના મંદિર માં વિવિધ શણગારો કરવામાં આવ્યા હતા ત્યારે જગ વિખ્યાત ધામ અંબાજી પાસે આવેલા દાંતા ગામે પણ આજે બરફ ના અમરનાથ બનાવવામાં આવ્યા હતા
આજે જૂની મામલતદાર ઓફીસ પાસે આવેલા અખાળા મહાદેવ મંદિર માં મિત્ર મંડળ તરફથી બરફ અને ઘી નો ઉપયોગ કરી અમરનાથ બનાવવામાં આવ્યા હતા અને આજે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી શિવ ધુન બોલાવી હતી આ મંદિર દાંતા નુ પ્રાચીન મહાદેવ મંદિર છે આજે અહી મંદિર ને શણગાર વામા પણ આવ્યુ હતુ અને ભક્તો ને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.