હળવદના રણમલપુર આરોગ્ય કેન્દ્રનો રોગચાળો અટકાવવા આરોગ્યલક્ષી કામગીરી

હળવદના રણમલપુર આરોગ્ય કેન્દ્રનો રોગચાળો અટકાવવા આરોગ્યલક્ષી કામગીરી
Spread the love

હળવદ પંથકમાં ભારે વરસાદના પગલે પાણી જન્ય અને વાહક જન્ય રોગો અટકાવવા માટે રણમલપુર આરોગ્ય કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા પાણીની ગંદકીમાં ઓઈલ,ડસ્ટીંગ તેમજ રોગો થવાના કારણોથી માહિતગાર કર્યા હતા અને ઘરની આજુબાજુ ભરાયેલા પાણીનો નિકાલ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

હળવદના રણમલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા ભારે વરસાદ બાદ પાણી જન્ય અને વાહક જન્યથી રોગચાળો ના ફેલાય તે માટે રણમલપુર પીએચસી સેન્ટરના નવા માલણીયાદ અને જુના માલણીયાદ ખાતે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડૉ.નિંકુજભાઈ તેમજ સુપરવાઈઝર શ્રી રાઠોડના માર્ગદર્શન હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અનિલભાઈ સોલમિયા અને વિપુલ ભાઈ રાઠોડ દ્વારા મચ્છર જન્ય રોગોથી બચવા માટે જરૂરી પગલાં રૂપે બન્ને ગામોના આગેવાનો તેમજ ગ્રામીણોની હાજરીમાં તળાવ, કુવા,બંધિયાર પાણીમાં પોરા ભક્ષક માંછલીઓ મુકવામાં આવી હતી.

રણમલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં રોગચાળો ફાટી ના નિકળે સાવચેતી રૂપે પાણી ભરેલાં ટાયરો ,કુંજા સહિતના વાસણો ખાલી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે બીટીઆઈ કામગીરી, ડસ્ટીંગ કામગીરી તેમજ પાણીમાં ઓઈલ નાખી વરસાદ બાદ પાણી જન્ય અને વાહક જન્ય રોગોથી બચવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં.

Avatar

Admin

Right Click Disabled!