સેવાના કાર્યમાં સતત પ્રવૃત એવા સેવાભાવી રાજેન્દ્રસિંહ રાણાનો જન્મદિવસ

સેવાના કાર્યમાં સતત પ્રવૃત એવા સેવાભાવી રાજેન્દ્રસિંહ રાણાનો જન્મદિવસ
હળવદમા ગરીબ કે જરૂરીયાતમંદો લોકોના દુઃખ, દર્દ, દૂર કરવામાં નિરંતર અને સતત પ્રયત્નશીલ અને ચિંતિત રહેતા તેમજ નિરાધાર લોકો માટે આધાર બનીને તેમની તકલીફો, અગવડને દૂર કરવા માટે એક ક્ષણની પણ રાહ જોયા વિના તુરંત જ મદદરૂપ થવા દોડી જતા રાજેન્દ્રસિંહ રાણાનો આવતી કાલે જન્મદિવસ છે.
હળવદમા રોટરી કલબ સાથે જોડાઈને સેવાનો ભેખ ધારણ કરતાં રાજેન્દ્ર સિંહ રાણા આવતી કાલે 31/819ને 43 વર્ષ પૂર્ણ કરીને 44 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના સગા, સંબંધી, મિત્રવર્તુળ, સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સતત અને હરરોજ છેલ્લા કેટલાક વર્ષોથી રોટરી ક્લબ ઓફ હળવદના માધ્યમ થકી લોકો માટે અનેક પ્રકારની, અનેક જગ્યાએ, અનેક ક્ષેત્રની, અનેક લોકો માટે તન મન ધનથી નિસ્વાર્થ સેવા પ્રદાન કરતા રાજેન્દ્રસિંહ રાણા લોકોની પુરા દિલથી અને નિષ્ઠા ભાવથી સેવા આપી રહ્યા છે.
“સેવા જ પરમો ધર્મ” હવે એમના જીવનનો ધ્યેય અને આશય બની ગયો હોય એવું વર્તાઈ રહ્યું છે.અસંખ્ય લોકોની તકલીફો દૂર કરી લોકોને રાહતનો શ્વાસ અપાવનાર રાજેન્દ્રસિંહ રાણાને દુઃખીયારા લોકોના અંતરના આશીર્વાદોની ખૂબ પ્રાપ્ત થયેલા છે તેઓ દયા, કરુણા, પ્રેમ તેમજ સંવેદનાના ભાવ સાથે સેવામાં સમયનો સદુપયોગ થકી સુંદર કાર્યો કરી રહ્યા છે.
સમાજ ઉપયોગી અને લોક ઉપયોગી સેવાના સામાજિક કાર્યો કરવા માટે રોટરી જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થાનું પ્લેટફોર્મ મળતા તેઓ એમનું સદનસીબ અને અહોભાગ્ય ગણે છે.આ સિવાય ઘણી બધી ઇન્ટરનેશનલ સંસ્થાઓ તેમજ સામાજિક, ધાર્મિક અને અન્ય સંસ્થાઓમાં પણ તેઓ જોડાયેલા છે અને તેમાં પણ તેમના દ્વારા મોટું યોગદાન આપવામાં આવેલ છે.