અરવલ્લીના ઉમેદપુર ગામે રવિવારે ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો યોજાશે
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લીના આંગણે અનેરો અવસર આવી ગયો છે. જિલ્લા ના ઉમેદપુર દધાલીયા ગામે 8 સપ્ટેમ્બરે ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે જેમાં અરવલ્લી સાબરકાઠા અને મહીસાગર જીલ્લા ના હજારો ની સંખ્યા માં લોકો દર્શન કરવા માટે ઉમટી પડશે, અહી સદીઓથી ખંડુજી મહાદેવ નો મેળો ભરાય છે….
ભારત દેશ વિવિધ સંસ્કૃતિ થી સભર દેશ છે.અહી વિવિધતા માં એકતા જોવા મળે છે .ભારતીય સંસ્કૃતિ ખુબ સમૃદ્ધ કહેવાય છે.એમાં પણ ગુજરાત એટલે જાણે ઉત્સવ નો પ્રદેશ..દરેક નાના મોટા તહેવારો ગુજરાતીઓ ઉજવે છે.અહીની સંસ્કુતિ ની જેમ અહીના લોકમેળા પણ ખુબ પ્રચલિત છે મેળા આપણી સંસ્કૃતિ નો એક ભાગ છે. ભારત ભર માં અલગ અલગ જગ્યા એ પરંપરા મુજબ અને વર્ષો થી મેળા ભરાય છે. ગુજરાત માં પણ દરેક જીલ્લા ઓ માં મેળા ઉજવાય છે . ત્યારે સદીઓથી પરંપરા રીતે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલીયા ગામે આવેલા સ્વયંભુ ખંડુજી મહાદેવજી નો ભવ્ય મેળો ભરાશે.
સદીઓ થી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે આ ઉમેદપુર દધાલીયા ગામે આવેલ સ્વયંભુ ખંડુજી મહાદેવજી નો ભવ્ય મેળો ભરાય છે.લોકો ની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યા માં આ સ્વયંભુ ખંડુજી મહાદેવજી ના મંદિરે દર્શન કરવા માટે આવે છે .અરવલ્લી જીલ્લા ના મોડાસા તાલુકાના ઉમેદપુર –દધાલીયા ગામે સદીઓ થી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે આ ઉમેદપુર દધાલીયા ગામે આવેલ સ્વયંભુ ખંડુજી મહાદેવજીનો ભવ્ય મેળો ભરાય છે લોકો ની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યા માં આ સ્વયંભુ ખંડુજી મહાદેવજી ના મંદિરે દર્શન કરવા માટે આવે છે ઉમેદપુર દધાલીયા ગામે આવેલ સ્વયંભુ ખંડુજી મહાદેવજીનો મેળો આ વર્ષે 8 સેપ્ટમબરે રવિવારે ભરાશે.
જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લા માંથી લોકો મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડશે. ગામ લોકો ધ્વારા આવેલા લોકો માટે ચા નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્વયંભુ ખંડુજી મહાદેવ ભગવાનના આ મેળામાં લોકો ભગવાન ના દર્શન કરવા માટે ઉમટી પડશે. સાથે ભજન અને ડાયરાનું પણ ગામલોકો દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. લોકો મોટી સંખ્યા માં મેળા ની મજા માણશે. બાળકો વડીલો સહુ આ મેળા માં આવી ખંડુંજી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. ત્યારે ખાસ વાત તો એ છે કે આ ઉમેદપુર ગામ પોતાની એકતાને લઈને હમેશા વખણાતું આવ્યું છે.