અંબાજી ખાતે ગણેશ આશ્રમ મંદિરમા મહાયજ્ઞ અને ભંડારાનું આયોજન

ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મા માતાજી નું ભવ્ય ગોલ્ડન શક્તિપીઠ આવેલું છે ,આ મંદિર મા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ ધામ ગોલ્ડન શક્તિપીઠ તરીકે આખા વિશ્વ મા પ્રખ્યાત છે ,આ ધામ મા માતાજી ના મંદિર સિવાય વિવિધ ભગવાન ના મંદિરો આવેલા છે આજે ગણેશ ચતુર્થી ના દિવસે દાંતા રોડ ઉપર આવેલા ગણેશ મંદિર ખાતે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી અહીં ગાયો માટે ગૌ શાળા પણ આવેલી છે.
આજે વહેલી સવારે ગણેશચતુર્થી ના પાવનપર્વે ગણેશ ગૌશાળા ની પવિત્રભુમી પર મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિદ્વાન બ્રાહ્મણોં દ્વારા હવન કરવામાં આવ્યો હતો આ મંદિર ના મહંત રામ દાસ જી મહારાજ સાથે કોટેશ્વર મહંતશ્રી ડો.વિશ્વંભરદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. દર્શન આરતી બાદ ભાવિક ભક્તો એ મહાપ્રસાદ નો લાભ લીધો હતો, આ સાથે અંબાજી મંદિર મા આવેલા સિદ્ધિ વિનાયક મંદિર મા પણ શણગાર કરવામાં આવ્યો હતો અને ભગવાન ને ભોગ પણ ધરવામાં આવ્યો હતો