હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ

હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ
Spread the love

શહેરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ અભિયાન અંતર્ગત હળવદ ઘટકના નેજા હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી,ધારાસભ્ય,મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.

શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ અભિયાન અંતર્ગત હળવદ ઘટક ના નેજા હેઠળ સગર્ભા ધાત્રી માતા કુપોષિત બાળકો તેમજ અ કુપોષિત બાળકો નો મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પ્રાંત અધિકારી એસ.કે પટેલ, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,મામલતદાર વી.કે. સોલંકી તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કૌશલ ભાઈ પટેલ દ્વારા કુપોષિત બાળકોને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા icds શાખાના સીડીપીઓ અને આઈસીડીએસ શાખાના આંકડા મદદનીશ એ એમ સંઘાણી મમતાબેન રાવલ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Avatar

Admin

Right Click Disabled!