હળવદમા ભાજપ યુવા મોર્ચા દ્વારા ‘દિગ્વિજય દિન’ની ઉજવણી

હળવદમા ભાજપ યુવા મોર્ચા દ્વારા ‘દિગ્વિજય દિન’ની ઉજવણી
Spread the love

અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ આપેલા ઐતિહાસિક ભાષણને આજે ૧૨૬ વર્ષ પુરા થતાં હળવદના સરાનાકે ભાજપના યુવા મોર્ચા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારતમાં છે ત્યારે સ્વામી વિવેકાનંદજી ના વિચારો દેશભરનાં યુવાનો જીવનમાં ઉતારે તો ભારત દરેક ક્ષેત્રે અગ્રેસર બનાવી શકાશે સાથે જ રાષ્ટ્રભક્તિ માટે નાત-જાતના ભાવ ભુલીને લોકો સમાજમા સમરસતા ફેલાય તેવા કાર્યૉ કરે અને સેવાકીય પ્રવૃતિમા જોડાય. ભાજપ યુવા મોર્ચા હળવદ શહેરના પ્રમુખ તપનભાઈ દવેએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદજીએ  ૧૧મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ સંમેલનમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું સ્વામી વિવેકાનંદજીએ વિશ્વની ધર્મસંસદને શિકાગો ખાતે સંબોધિત કરી સમગ્ર વિશ્વનાં ધર્મ જગતને આશ્ચર્યચકિત કરી હિંદુ ધર્મની સર્વોપરિતાને સ્થાપિત કરી હતી તે દિવસને ભાજપ યુવા મોર્ચા હળવદ શહેર દ્વારા ‘દિગ્વિજય દિન’તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ  પ્રસંગે ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ તપનભાઈ દવે,રમેશભાઈ ભગત,રવજીભાઈ દલવાડી, દિપકભાઈ જોષી, સંદિપભાઈ,વીકી કુરીયા,સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

Admin

Right Click Disabled!