અહો આશ્ચર્યમ..!! વિધાનસભા પેટા ચુંટણી હારવા માટે કોંગ્રેસમાં ભારે ધસારો !!

ગુજરાતમાં ૧૯૯૫ થી સત્તાથી દુર રહેલા કોંગ્રેસ પક્ષમાં હારી જવું એ સામાન્ય બાબત માનવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં જીતનું જ મહત્વ હોય છે. હારનારે ખુશ થવાનું હોતું જ નથી. આમ છતાં કોંગ્રેસ પક્ષમાં ચુંટણીમાં બેઠક પરથી હારી જવા માટે ભારે ધસારો જાવા મળે છે.
અત્યારે ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી માટે જાહેરનામું બહાર પડી ચૂક્્યું છે . તા. ૩૦ સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ છે . જેથી ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ ગતિથી ચાલે છે. જીતવા માટે ટેવાયેલા ભાજપમાં જેમને ટિકિટ ( મેન્ડેટ ) મળે તેમની જીત નિશ્ચિત છે. આવા સંજાગોમાં ટિકિટ માટે ધસારો થાય તે સ્વાભાવિક છે. પરંતુ શિસ્તનો કોરડો ભાજપ પાસે સલામત હોવાથી ગમે તેવા પહોચેલા કાર્યકરો પણ એક મર્યાદામાં રહીને ટિકિટ માટે લોબિંગ કરે અને કરાવે છે. પરંતુ કોંગ્રેસનો જન્મ તો આઝાદી પહેલા થયેલો છે. જેથી સ્વતંત્રતા તેમના પક્ષ માટે બહુ મોટી વાત છે .
આથી પક્ષની સ્વતંત્રતા જરા પણ છીનવાઈ ન જાય તે માટે કાર્યકરો હોય કે નેતા ગમે તેવી હરકતો ગાળાગાળી તોડફોડ કરવાની તેમને છૂટ હોય છે. આવા સંજાગોમાં પ્રેશર ટેકનીક થી ટિકિટ મેળવવી એ કોંગ્રેસ પક્ષમાં બહુ જ સામાન્ય બાબત છે. હવે વાત કરીએ છ બેઠકોની પેટા ચુંટણીની. સત્તા થી વિમુખ કોંગ્રેસ પક્ષના કાર્યાલય રાજીવ ભવનમાં લટાર મારી. બહાર રોડ ઉપર રૂ. ૧૨ લાખ થી ઓછી ન હોય એવી સંખ્યાબંધ ગાડીઓ પાર્ક થયેલી હતી. એક કોંગ્રેસી મિત્રને પૂછ્યું કે ભલે સત્તા નથી મળતી પણ કોંગ્રેસના કાર્યકરોને કમાતા આવડે છે. જુઓ આ ગાડીઓ . તો મિત્રએ કÌšં “ તમે ભૂલો છો, ગુજરાતમાં સત્તા નથી મળતી. કેન્દ્રમાં ૨૦૦૪ થી ૨૦૧૪ ૧૦ વર્ષ સત્તા રહી હતી. અને આ ૧૦ વર્ષમાં અમારા કાર્યાલયના સેવકથી માંડી ને ગુજરાતના નાના મોટા તમામ કાર્યકરોએ જે કામ હાથ માં આવ્યું તે લઈને દિલ્હી જતા હતા. અમારા મંત્રીઓ પણ ગુજરાતની લાચારી સમજતા હતા. જેથી તમામ ના કામો થઇ જતા હતા. આ ઝાકઝમાળ બધી એ ૧૦ વર્ષની છે.”
કાર્યાલયમાં સખત ભીડ હતી. દરેક બેઠક માટે રજુઆતો કરવા (તરફેણમાં અને વિરુદ્ધમાં) કાર્યકરો નાં ટોળેટોળા જાવા મળ્યા (જે કોઈ રાડા રાડ કરતા હતા તે બધા કાર્યકરો હોય એ જરૂરી નથી, આટલા કાર્યકરો હોય તો ચુંટણી જીતી જવાય).
એક નેતાને ખુણામાં ઉભા રાખી પૂછ્યું કે અત્યારે જાહેર થયેલી છ વિધાનસભા બેઠકોની ચૂટણીમાં કોંગ્રેસને ભાગ્યે જ કોઈ એકાદ બેઠક મળે એવું લાગે છે. એમાં પણ અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર તો ડીપોઝીટ ગુમાવવાનું નિશ્ચિત છે. આમ છતાં આટલી બધી રજુઆતો ?
તો જવાબ મળ્યો “તમે સીનીયર પત્રકાર થઈને આવું પૂછો છો? તમને ખબર તો છે જ કે જે બઠક ઉપર ડીપોઝીટ ગુમાવવાનું નક્કી હોય ત્યાં વધુ દાવેદારો હોય. કારણ સ્પષ્ટ છે કે આ બેઠક ઉપર પાર્ટી તરફથી વધુ ફંડ એટલા માટે મળે છે કે દેખાવ સારો કરી શકીએ. અમરાઈવાડી બેઠક ઉપર જે નામ પસંદ થશે તેમની મંદી દુર થઇ જશે, પાંચ વર્ષ આરામથી રાજકારણ કરી શકાશે. પાર્ટી તરફથી ફંડ મળશે, પોતે ઉઘરાણા કરશે અને રકમ જાઇને બજેટ બનાવશે. પહેલા પંચ વર્ષના ખર્ચની રકમ ઘરે મુકીને પછી ચુંટણી પાછળ ખર્ચ કરશે.
અમારા કાર્યકરોના આ ખેલ સહુકોઈ જાણતા હોવા છતાં પાર્ટી ટિકિટ સાથે તગડું ફંડ આપે છે. જા એવું કહેવામાં આવે કે આ બેઠક સી ગ્રેડની છે માટે પાર્ટી ફંડ આપશે નહિ, તો પણ ધસારો તો આટલો જ રહેવાનો. કારણ કે કોંગ્રેસના ઘડાયેલા કાર્યકરોને મેનેજ કરતા આવડે છે . પ્રથમ સપ્તાહમાં પોતાના સબંધોનો ઉપયોગ કરીને ઉઘરાણું કરી લે. ત્યાર બાદ ભાજપના ઉમેદવાર સાથે ગોઠવણ કરીને ખેલ પાડે. આ બધું સ્વાભાવિક જ હોય છે. તમે સમજા કે ૧૯૯૫ થી કોંગ્રેસને સત્તા મળતી નથી . હજુ બીજા ૧૦ વર્ષ સત્તા મળવાના કોઈ એંધાણ નથી. આમ છતાં પાર્ટીના કાર્યકરો અડીખમ ઉભા છે ને ! કારણ કે જા પક્ષ છોડીને ભાજપમાં જાય તો ગીરીશ પરમાર – જયંતીલાલ પરમાર અને અમારા બીજા અનેક નેતાઓની જે સ્થિતિ થઇ એવી સ્થિતિ જ થાય. એના કરતા કોંગ્રેસમાં રહીને આવું કમાણીનું સાધન સાચવી રાખવું શું ખોટું ! આ ધસારો શા માટે છે એ સમજી ગયા ને ? ”
મિત્રને પૂછ્યું કે મેં તો એવું સાંભળ્યું છે કે ટોચના પ્રદેશ નેતાઓ પોતાના ટેકેદારોને ટિકિટ અપાવે અને પોતાની ચુંટણીનો ખર્ચ તેમની પાસે કરાવે છે. આમાં કોઈ તથ્ય ખરૂં ? તો જવાબ મળ્યો “જુઓ પ્રદેશના નેતાઓ ત્રણ થી ચાર પોતાના કવોટાની ટિકીટોનો અદભુત રીતે ઉપયોગ કરે છે. એક એવા કાર્યકરને ટિકિટ અપાવે કે જે ચૂંટાયા પછી પોતાને વફાદાર રહે. બીજા બે એવા કાર્યકર કે જે પોતાની ચુંટણી અને પોતાના ધંધામાં ઉપયોગી થાય. એટલે કે એક ગણાતી સમીકરણ ને આધારે અને બીજા મની પાવર્સ ના આધારે. આ બધી રાજરમત હોય છે. જા નેતાને આવું ન આવડે તો ફેંકાઈ જાય.
લાંબી ઈનીંગ રમવા માટે આવી બધી આવડત જરૂરી હોય છે. ”
અને છેલ્લે જે દાવેદારો હતા તેમની સાથે વાત કરી તો મારું મગજ ઘુમવા લાગ્યું. અમરાઈવાડી બેઠક ઉપર જા પક્ષ ટિકિટ આપે તો સો ટકા પોતે જીતી જશે એવા તર્ક વિતર્કો એ રીતે રજુ કર્યા કે ભાજપ તો તેની સામે કશું જ નથી. આ પણ એક આવડતનો જ સવાલ છે. આવી આવડત હોય તેમને જ ટિકિટ મળી શÂક્ત હશે.
(જી.એન.એસ-જનક પુરોહિત)