રાજ્યમાં બેરોજગારી વધી છે ત્યારે મુખ્યમંત્રી યુવાધનને ભવિષ્યના સપના બતાવે છે…..!!

રાજ્યમાં બેરોજગારી વધી છે ત્યારે મુખ્યમંત્રી યુવાધનને ભવિષ્યના સપના બતાવે છે…..!!
Spread the love

ગુજરાત ભાજપની રૂપાણી સરકારે રાજ્યના લોકોને મોંઘવારી-મંદી, ઊબડખાબડ રસ્તા,પીવાના પાણી,ગંદા કેમીકલવાળા પાણીના નિકાલ સહિતના પ્રાથમિક પ્રશ્નો તથા પડતા ઉપર પાટું મારતા જેવો નવા ટ્રાફિક નિયમન એક્ટ સહિતના પ્રશ્નો ભૂલાવી દેવા માટે આપણા લાડીલા વડાપ્રધાનશ્રીની જેમ એક પછી એક લોકહિતની યોજનાઓ જાહેર કરતી જાય છે અને તેમાં મોટાભાગે ભવિષ્યના લાભો જ બતાવવામાં આવે છે. પરંતુ રાજ્યમાની વર્તમાન Âસ્થતિ કે તેના લોક પ્રશ્નો બાબતે એક શબ્દનો પણ ઉલ્લેખ કરવા આવતો નથી….! જે હકીકત છે. જે પ્રશ્નોમા ચાહે પાણી લો, શિક્ષણ લો, રોજગારી લો, આરોગ્ય હોÂસ્પટલો લો કે દવાખાના કોઈપણ લો તેવા પ્રશ્નોમાં રાજ્ય સરકાર વર્તમાન Âસ્થતિની નહીં- તેમાં રહેલા મૂળ પ્રશ્નોની નહિ પણ ભવિષ્યવેત્તાની જેમ ભવિષ્યના લાભોની વાતો કરતી રહે છે્‌. તેમની આવી વાતો અત્યારની રાજ્યભરમાં ઉદભવેલી પરિÂસ્થતિને કારણે લોકો સમજી ગયા છે….!! લોકો કહે છે આપણા મુખ્યમંત્રી ખૂબ જ સારી સારી વાતો કરતા રહે છે પણ હથેળીમાં ચાંદ બતાવતી વાતો તેમની અને તેમની સરકારની છે….!

રાજ્યના સુરત- અમદાવાદ જેવા મહાનગરોમાં જાવ અને તેના મૂળમાં જઇને જમીની હકીકતો જુઓ તો જ ખ્યાલ આવે કે એક વખતનું કાપડ માટે માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદની મોટા ભાગની મિલો બંધ થઈ ગયા પછી કાપડ ઉત્પાદનને લગતા વિવિધ કામો માટેની અનેક નાની- મોટી ફેક્ટરીઓ- કારખાનાઓ ઉભા થઈ ગયેલ એ જ રીતે સુરતમાં પણ આ માટેના નાના મોટા એકમો- યુનિટ ઉભા થઈ ગયેલ. જેમાં અત્યારના સંજાગોમાં ૬૦ ટકા ઉપરાંત રોજગારી આપતા આવા કારખાના- ફેક્ટરીઓ- એકમો બંધ થઈ ગયા છે. તો અન્ય આવા એકમો ડચકા ખાઈ રહ્યા છે. જ્યારે આ ધંધા ઉપર નભતા એÂન્જનિયરિંગના નાના મોટા અનેક કારખાનાઓને તાળા લાગી ગયા છે. અને હજારો લોકો બેરોજગાર બની ગયા છે જે પૈકીના મોટા ભાગનાએ વતનની વાટ પકડી લીધી છે.

રાજ્યમાં હીરા ઉદ્યોગ મીલો બંધ થયા બાદ ફૂલ્યોફાલ્યો હતો. તે પણ રાજ્યભરના નાના-મોટા શહેરોમાં. મહાનગરમાં. હીરાની નિકાસ પણ મોટા પ્રમાણમાં થતી હતી પરંતુ અહીં પણ ટેક્સટાઈલના ઉદ્યોગો જેવી પરિસ્થીતી ઉદભવતા કામ કરતાં ૭૦ ટકા જેટલા રત્નકલાકારો પોતાના ઘર ભણી રવાના થઇ ગયા છે. તેમાં મોટાભાગના સૌરાષ્ટÙ અને ઉત્તર ગુજરાતના લોકો વધુ પ્રમાણમાં છે તો બિનગુજરાતી નહિવત પ્રમાણમાં છે. ટેક્સટાઇલ મશીનરી, હીરા ઉદ્યોગ મશીનરી ઉત્પાદન કરતા કે મશીન રીપેરીંગ કરતા એÂન્જનિયરિંગ કારખાનાઓ પૈકી અનેક ઠપ થઈ ગયા છે. જેના કારણે તેના કારીગરો પણ બેરોજગાર બની ગયા છે તે હકીકત છે. તો સિરામિક ઉદ્યોગ, અગરબત્તી ઉદ્યોગ તથા ઘરવપરાશની વસ્તુઓ ઉત્પાદન કરતા ઉદ્યોગોની આવીજ Âસ્થતિ બની ગઈ છે. તે રાજ્યના જે-તે ઔદ્યોગીક વિસ્તારોમા ફરતા જાવા જાણવા મળે છે અને આ એક તદ્દન સત્ય હકીકત છે.

રાજ્યમાં હાલની આવી પરિÂસ્થતિ વચ્ચે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યને ૨૬ આઇટીઆઇનું તાજેતરમાં લોકાર્પણ કર્યું અને આ પ્રસંગે પોતાના પ્રવચનમાં યુવાધનને ભવિષ્યની વાત કરતાં કÌšં હતું કે “બેસ્ટ ડેÂસ્ટનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ” બનેલા ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૫૭ લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે. ૧૭ લાખ યુવાનોને તૈયાર કર્યા છે. આઈટીઆઈમાં આધુનિક ટેકનોલોજી- સાધનો સાથે યુવાધનને સમય સાથે ચાલી શકે તેવી તાલીમ અપાય છે. ગુજરાત છેલ્લા દસ વર્ષથી રોજગારી સર્જન માં નંબર વન છે ત્યારે મુખ્યમંત્રીના મુખેથી નીકળેલી આ વાત જાણીને ખૂબ જ આનંદ થયો…. પરંતુ રાજ્યભરમાં અત્યારે આઈ.ટી.આઈ તાલીમ પામેલ હોય તેવા પ્રેક્ટીકલ કામ કરતા કારીગરો બેરોજગાર બની ગયા છે તેનું શું….?

અત્યારે ૨૦૧૯નું વર્ષ ચાલી રÌšં છે અને મુખ્યમંત્રી વર્ષ ૨૦૨૨ ની વાત કરે છે. ત્યારે સમજવું શુ? કારણ કે જેને રાજ્ય સરકારે મહત્વ આપી લોન આપી અને ટાટા નેનો ઉત્પાદન યુનિટ ચાલુ કરાવ્યું તેની હાલત શું છે.? તો પંચમહાલમાં ચાલતુ કાર ઉત્પાદન એકમ કેમ બંધ થઈ ગયું…? તેના કર્મચારીઓ- કારીગરોની શું હાલત છે…? મોટાભાગના બેરોજગાર છે… પણ હથેળીમાં ચાંદ બતાવતી સરકાર લોકોના જે સળગતા પ્રશ્નો છે તે ભુલાવવામાં નિષ્ફળ ગઈ છે… આ બાતો જાણવા રાજ્યના જે તે ઔધ્યોગિક વિસ્તારોમાં રાજ્યના મંત્રીઓએ ધારાસભ્યોએ સામાન્ય વ્યÂક્તની જેમ ફરવું જાઈએ… તો જ….!?!

 

(જીએનએસ-હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!