રાજપીપળા કોર્ટમાં પ્રેમલગ્ન કરી 4 માસ બાદ છુટાછેડા લીધા બાદ ફરીથી બંને ભાગી જવાનો અનોખો કિસ્સો

Spread the love
  • બનવાનું ઉપરાણું લઈ પાવડા,  લાકડીઓ વડે જીવલેણ હુમલા પ્રકરણમાં ત્રણને ગંભીર ઇજા,
  • 4 ઈસમો સામે પોલીસ ફરિયાદ કરતા બે ઇસમોની ધરપકડ.

તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામે પ્રેમ પ્રકરણનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં વેચીબેન તડવી રાજપીપળા કોર્ટમાં પ્રેમલગ્ન કરી ચાર માસ બાદ છુટાછેડા લીધા બાદ ફરીથી બંને દ્વારા ભાગી જવાનો અનોખો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બનાવનું ઉપરાણું લઇને પાવડા, લાકડીઓ જેવી મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરતાં આ પ્રકરણમાં ત્રણ જણાને ગંભીર ઇજા થવા પામી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ હતી.

જેમાં ફરિયાદી વેચીબેન સુમનભાઈ ભગવાનભાઈ તળવી (રહે ગંભીરપુરા,  નિશાળ ફળિયુ )એ આરોપી સુકાભાઈ હિંમતભાઈ તડવી,  તારાબેન સુકાભાઈ તળવી, અક્ષય ભાઈ સુખાભાઈ તડવી,  કાજલબેન સુકાભાઈ તડવી તમામ (રહે ગંભીરપુરા) સામે ફરિયાદ નોંધી હતી.  ફરિયાદની વિગત મુજબ ફરિયાદી વેચીબેન નો છોકરો અનિલભાઈ તથા ની છોકરી મીનાક્ષીબેન સાથે તા. 16 /4 /2019 ના રોજ રાજપીપળા કોર્ટમાં પ્રેમ લગ્ન કરેલી અને તા.14/ 8 /2019 ના રોજ છુટાછેડા થયેલા અને તા. 20 /8/ 2019 ના રોજ ફરીથી બંને ભાગી ગયા હતા.

આ બનાવના ઉપરાણું લઇ વેચીબેનના ઘર આગળ આરોપી સુકાભાઈ પાવડો લઈ આવી વેચીબેનના જમણા પગના ઘૂંટણથી નીચે મારી ફેક્ચર કરેલ તથા આરોપી તારાબેન, અક્ષયભાઈ અને કાજલબેન ને પાછળ થી આવી અક્ષયભાઈ એ વેચીબેનના બરડાના ભાગે લાકડી મારી તથા તારાબેન અને કાજલબેન ને વેચી બેનના પીઠના ભાગે મૂઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે આ ગુનામાં સુકાભાઈ હિંમતભાઈ તડવી અને અક્ષયભાઈ તડવી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!