નેત્રંગ ટાઉનના રસ્તાઓના ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ મુકવાની જરૂરિયાત

- રાત્રીના અંધકારના સમયમાં જીવલેણ અકસ્માત સહિત ગુનાખોરી પર અંકુશ માટે આ સુવિધાની જરૂર,વહેલી તકે સરકારીતંત્ર અને ગ્રા.પંચાયતના વહીવટીકતૉઓ સ્ટ્રીટલાઇટ મુકવાની કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ
- નેત્રંગ ટાઉનના રસ્તાઓના ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ મુકવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે
પ્રાપ્ત માહિતી ભરૂચ જીલ્લાના નેત્રંગ ટાઉનના રસ્તાઓ પરથી રાત-દિવસ નાના-મોટા માલધારી વાહનો મોટી સંખ્યામાં સતત અવરજવર રહેતી હોય છે,જેથી નેત્રંગ ટાઉનમાં ભારે ટ્રાફિક સમસ્યાના કારણે આમ પ્રજાની હાલત ફકોડી બની જવા પામી છે,જ્યારે નેત્રંગ ટાઉનના રસ્તાઓ ઉપર સ્ટ્રીટલાઇટની સુવિધાના અભાવે રાત્રીના અંધકારના સમયે રસ્તાઓ સહિત સમગ્ર ગામમાં અંધકાર પ્રસરી જાય છે,જેના કારણે સમયાંતરે વાહનચાલકોની મામુલી ગફલતથી જીવલેણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે,જે ભુતકાળના સમય અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે,જ્યારે બાઇકચોર અને અસામાજીક તત્વોને છુટોદોર મળી જતો હોય છે,
જ્યારે બીજી બાજુએ ભરૂચ,નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા નેત્રંગને પોલીસતંત્રના ચોપડે એપીસેન્ટર ગણાય છે,કારણ કે નેત્રંગ ચારરસ્તાથી માત્ર ૧૪ કિમી નમૅદા જીલ્લા અને માત્ર ૧૨ કિમી સુરત જીલ્લા સહિત ૫૦ કિમી પર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ ધઇ જાય છે,તેવા સંજોગોમાં કેટલીક ગુનાહિત પ્રવૃત્તિને આસાનીથી અંજામ આપી શકાય છે,અને તેવા સંજોગોમાં નેત્રંગ ટાઉનમાં જ ત્યાં જ અંધકાર રહેતા અસમાજીક તત્વોને છુટોદોર મળી જતો હોય છે,જેથી આવનારા સમયમાં સરકારીતંત્ર અને ગ્રા.પંચાયતના વહીવટીકતૉઓ લોકોની સુરક્ષા-વ્યવસ્થાને પ્રાથમિકતા આપીને નેત્રંગ ટાઉનના રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટ મુકવાની કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે,
કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બની શકે છે,તો ડિવાઇડરો પર સ્ટ્રીટલાઇટ કેમ નહીં મુકાય શકાય….?
નેત્રંગ-અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓએ વાહનચાલકોની કમર તોડી નાખી હતી,જેથી માગૅ અને મકાન વિભાગ સહિત સરકારીતંત્રએ ૨૯ કરોડના ખચીૅને રસ્તાનું નવીનીકરણ કયુૅ હતું,અને નેત્રંગ ટાઉનના રસ્તાઓ ટ્રાફિક સમસ્યા અને જીવલેણ અકસ્માતની ઘટનાના નિવારણ માટે ડિવાઇડરો પણ બનાવ્યા હતા,જે પ્રશંસનીય બાબત છે,પરંતુ તેજ ડિવાઇડરો અને રસ્તા ઉપરથી વાહનચાલકોને રાત્રીના અંધકારના સમયે જીવના જોખમે પસાર થવું પડે છે,જેથી ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ કેમ નહીં મુકી શકાય તે ચચૉનો વિષય બન્યો છે.
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ