હળવદની સમલી ગામને હરિયાળું, સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવાની શપથ સાથે સ્વચ્છતા કાર્યક્રમ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર તાલુકામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન યોજી અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે જેમાં હળવદના સમલી ગામને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો હતો જેમાં ગામની સફાઈ કરવામાં આવી હતી આ તકે સરપંચ,ઉપ સરપંચ, તલાટી, આચાર્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાયા હતા.
ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરી ઘર ઘર સુધી સ્વચ્છતા પ્રત્યે લોકોની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો પોતાના ગામને સ્વચ્છ રાખે અને સ્વચ્છતાના આગ્રહી બને તે માટે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે હળવદ તાલુકાના સમલી ગામે ગામની સફાઈ કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
સ્વચ્છતાના અભિયાનને દેશવાસીઓએ બે હાથે ઝીલી લેતાં દરેક દેશવાસીઓ સ્વચ્છતા પ્રત્યે સભાન બને અને નિરોગી સ્વસ્થ જીવન જીવે તે માટે આજે ગાંધીજી ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમલી ગામને હરિયાળું ,પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે શપથ લીધા હતા અને ગામની સફાઈ કરવામાં આવી હતી.આ સ્વચ્છતા અભિયાનમાં સરપંચ સરસ્વતીબેન મહાદેવભાઈ પટેલ, ઉપ સરપંચ જસુભાઈ હંસરાજભાઈ રાજપુત, આચાર્ય યોગિતાબેન, તલાટી યોગેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામીણો જોડાયા હતા અને ગામને સ્વચ્છ બનાવ્યું હતું.