દેશને મંદીમાંથી બહાર લાવવા સરકાર જમીની સ્તરેથી જરૂરી આયોજન ક્યારે કરશે…..?

આપણો દેશ ભારત મંદીના ભરડામાં આવી જતાં દેશની હાલત ખરાબ બનવા તરફ જઇ રહી છે. તો કેન્દ્ર સરકારે મંદીને નાથવા માટેના જે ખરેખર જરૂરી પગલા લેવા જાઈએ તે ન લેતા અને વિચાર્યા વગરના પગલા લીધા જે વિપરીત બની ગયા છે.. દેશના ૪૦૦ ઉપરાત ડિફોલ્ટરોની રૂપિયા ૧. ૭૫ લાખ કરોડની લોન માંડવાળ કરી. ઉપરાંત જીએસટીનો જે રીતે અમલ થયો હતો તેમાં તેમને ભૂલ ત્યારે સમજાઈ કે જ્યારે જીડીપી દર ૫ ટકાએ આવી ગયો ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હતુ…
ત્યારે જ જીએસટીના દરો ત્રણથી ચાર તબક્કે સુધારો કરી ઘટાડયા. તો આરબીઆઈએ વ્યાજદર ઘટાડયા. ટૂંકમાં કેન્દ્ર સરકારે અનેક રાહતો આપી આમ છતાં બજારો ધમધમતા ન થયા તે ન જ થયા… તે તદ્દન સત્ય હકીકત છે. મતલબ સરકારે અનેક રીતે મોટા ઉદ્યોગો- મોટા માર્કેટો- ધંધાદારીઓને સહાય કરી. પરંતુ તેમાં સરકારને નિષ્ફળતા મળી છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે એ વાત કેન્દ્ર અને રાજ્યોની સરકારો એ સમજવાની જરૂર છે…. પરંતુ કોઇપણ સરકાર આ વાત સમજવા તૈયાર નથી…!!
કારણ કે તેઓને વિકાસના નામ નો વળગાડ થયો છે….જા કે વિશ્વના વિકસેલા દેશોની જેવો ભારતનો વિકાસ થવો જાઇએ… પરંતુ તે ક્યારે થાય તેનો અભ્યાસ સરકારોએ કર્યો જ નથી….! નહી તો ભારતનાં બજારો ધમધમતા થઇ ગયા હોત… લોકોના ખિસ્સામાં પૈસા ભરેલા હોત… પરંતુ આવું કશું થયું નથી. ઉપરથી લોકોના ખિસ્સા માંથી પૈસા કાઢવા માટેના કાયદાઓ અને નીતિઓ ઘડે છે… જે દેશના લોકો અને દેશની હાલત વધુ ખરાબ બનાવશે અને તેના પરિણામો દુષ્કર હશે….!!!
કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધીનું નામ લે છે-તેમના સિદ્ધાંતોની વાતો કરે છે અને આમ પ્રજાને તેનું પાલન કરવા કહે છે. પરંતુ જ્યારે ઉપદેશ આપનાર કે આમ પ્રજાના વડા ગાંધીજીની સાદગીનુ કે તેમના સિદ્ધાંતોનું પાલન ન કરતા હોય તો પ્રજા પાસે અપેક્ષા રાખવી નકામી છે. જે સિદ્ધ વાત છે. ડિઝીટલ ઇન્ડિયાની વાત ખૂબ સારી છે…. પરંતુ બટન દબાવવાથી તેમાંથી અનાજ- કઠોળ નહીં નીકળે… તે પણ સાચું છે. ત્યારે પ્રજા ભૂખી ન રહે… પ્રજા સુખ-શાંતિમાં જીવે તે જાવાની દરેક સરકારોની ફરજ છે.
ખાલી થાળી આપવાથી કોઈના પેટ નથી ભરાતા… પરંતુ થાળીમાં ખાવા માટેનું પીરસવુ જાઈએ અને તો જ દેશની તિજારી ભરાઇ શકે. બાપ દાદાએ વસાવેલ મિલકતોમા વધારો થવો જાઈએ અને જા વધારો ન થઈ શકે તો તેની મરામત કરી સાફ સફાઈ કરીને સાચવવી જાઈએ તો તેના પરિણામો સારા-સરસ મળે…… આ બધામાં સરકાર પાસે હજુ પણ દેશને મંદીમાંથી બહાર લાવવાનો સમય છે અને રસ્તો પણ…. પરંતુ સરકારે ધનપતિઓ માટેની નીતિ ભૂલી જઈને નિર્ણયો કરવા પડે તો જ પરિણામો મળી શકે.
જેમાં સરકારે જમીની સ્તરે જવું પડે.. અને તેમાં ખેતી ઉત્પાદન માટે સવિશેષ સહાય કરવી પડશે તો તેના ઉત્પાદનના પુરતા ભાવ મળે તેવી વ્યવસ્થા કે આયોજન કરવા સાથે પાક વીમાના નાણાં કંપનીઓને ન આપતા સરકારે અલગ તંત્ર ઉભુ કરીને પાકો નિષ્ફળ જાય તે સમયે ખેડૂતોને જ નાણાં મળે તેવુ આયોજન ગોઠવવું પડશે. તેમજ ખેતી આધારિત જે પણ નાના-મોટા કારખાના- ઉદ્યોગો- ફેક્ટરીઓ- વેપાર-ધંધાઓ છે તેમને જરૂરી સહાય- મદદ કરવી પડશે..
તો એના કારણે લોકોના ખિસ્સામાં પૈસા આવશે અને બજારો ધમધમતા થઇ જશે… દેશ મંદીમાંથી બહાર આવશે… આવશે અને… આવશે જ…નોધવુ રÌš કે જમીન સ્તરે સરકાર જે સહાય-મદદ કરશે તે ૪૦૦ ઉપરાંત ડિફોલ્ટરોની જે લોન માફ કરી તેનો આઠમો ભાગ તો નહીં જ હોય. અને ત્યારે જ દેશના જાહેર સાહસો ખાનગી હાથોમાં સોંપવા નહીં પડે….. દેશના તમામ ઉદ્યોગો પુનઃ ધમધમતા થઇ જશે….. અને સરકારની તિજારી પણ ભરાઈ જશે.
(જી.એન.એસ, હર્ષદ કામદાર)