ગુજરાતમાં શિક્ષણનું સ્તર ક્યા સ્તરે….? ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજામાં બેઠકો કેમ નથી ભરાતી…..?

ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર કઈ હદે પાછળ જઈ રહ્યું છે તે જા એક નજર ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજા પર નજર નાખીયે તો ખબર પડે… સતત પાંચ વર્ષથી આવી કોલેજાની બેઠકો ખાલી પડતી જઈ રહી છે અને આ વખતે તો ૭૦ હજારથી વધુ બેઠકો ખાલી રહેતાં સરકાર પણ વિચારતી થઈ ગઈ છે. તેના કારણે એક કમિટી રચવી પડી છે…. જેને પોતાનો અહેવાલ પણ આપી દીધો છે. જેમાં કેટલીક કોલેજામાં વિદ્યાર્થીઓ મળતાજ નથી જેના કારણે તેને તાળા લાગી જાય તેમ છે. ત્યારે આવી કોલેજના બિલ્ડિંગમાં લેબ સહિતની સુવિધાઓ છે તેને ઉપયોગમાં લેવા નવા જરુરી અભ્યાસક્રમો શરૂ કરવા… તથા રાજ્ય બહારના વિદ્યાર્થીઓને ખાનગી કોલેજામાં ૨૦ ટકા સુધી લેવાની છૂટ આપવાની ભલામણ કરી છે. હવે સરકારે આ માટે નિર્ણય કરવાનો છે.
જાેકે સરકારી ડિગ્રી-ડિપ્લોમા, ઇજનેરી કોલેજાની તમામ બેઠકો ભરાઇ જાય છે ત્યારે ખાનગી કોલેજાને બેઠકો શા કારણે ભરાતી નથી તે તપાસનો વિષય છે. સરકારે પણ ખાનગી કોલેજાને બહારના વિદ્યાર્થીઓ ૨૦ ટકા લેવા માટેની છૂટ આપતા પહેલા આ બાબતની ઊંડી તપાસ કરવી જરૂરી છે.. આ બધા વચ્ચે લોકોમાં સવાલ ઉઠયો છે કે સરકારી ખાનગી કોલેજા માટે આટલી બધી ચિંતા સરકાર શાના માટે કરે છે….? શું તેમાં રાજકીય લોકોના હિત સમાયેલા છે….? માટે ચિંતા કરે છે કે પછી ખાનગી કોલેજાથી સરકારને લાભ મળે છે….? સરકારે ખાનગી કોલેજાની ચિંતા કર્યા વગર જે સરકારી કોલેજા છે તેમાં જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવા સાથે વધુ સરકારી કોલેજા ઉભી કરવાની જરૂર છે. જેથી મધ્યમ- ગરીબ- મજૂર વર્ગના વિદ્યાર્થીઓને લાભ મળે અને સાચા અર્થમાં હોનહાર વિદ્યાર્થીઓ રાજ્યને મળે તેમ છે. તેવી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં લાગણી છે.
સરકારે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો મોહ છોડી દેવાની તાતી જરૂર છે… નહિ તો અત્યારે ડિગ્રી-ડિપ્લોમા, ઇજનેરી કોલેજાની જે હાલત થઈ છે તે અન્ય ભણતરની કોલેજાની થશે….! તે હકીકત છે. રાજ્ય સરકારે દિલ્હી રાજ્યની શાળાઓનું મોડલ અપનાવવાની જરૂર છે… માત્ર તેનો અભ્યાસ કરવા પ્રજા હિતેચ્છુ અને શિક્ષણ ક્ષેત્રનું મહત્વ સમજનારની ટીમ દિલ્હી રાજ્યની શાળાનો અભ્યાસ કરવા મોકલો…. પછી ત્યા જે રીતે શાળામાની સુવિધાઓ-ફીનુ ધોરણ વગેરે છે તે નક્કી કરો… તો ગ્રામ્ય વિસ્તારના બાળકો ખેડૂતો,મધ્યમ વર્ગ,મજૂર વર્ગ સહિતના અને શહેરી વિસ્તારના બાળકોનું ઉજ્વળ ભવિષ્ય બને.દિલ્હીની કેજરીવાલ સરકારે લગભગ ૪૫૦ જેટલી ખાનગી શાળાઓને સરકાર હસ્તક લઈને ૫૬ ની છાતી બતાવી છે… ત્યાંના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે છે.
દરેક શાળામાં વિદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરી દીધી છે. એ તો ઠીક માત્ર બે વર્ષમાં જ ૨૨૪ નવી સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા દસ લાખ સુધીની લોન કોઈપણ જામીન વગર મળે.. પણ સરકાર ખુદ ગેરંટર બનશે… ત્યારે દિલ્હીની શાળાના શિક્ષકોનો ઓછામાં ઓછો પગાર ૩૦,૦૦૦ કરી દેવાયો છે. જેથી બાળકોના ભણતર ઉપરજ ધ્યાન આપે છે. જ્યારે આ તમામ સરકારી શાળાના વિધ્યાર્થીઓને મધ્યાન્હ ભોજનમાં પોષણયુક્ત આહાર અને ૨૦૦ લીટર ફ્લેવર મધર ડેરી દૂધ આપવામાં આવે છે આવી છે ત્યાંની સરકારની નીતિ.
ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે કેટલું ધ્યાન આપ્યું છે તે જાઈએ તો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓછા હોય તો તે શાળાને અન્ય શાળામા મર્જ કરી દેવામાં આવે છે જે મોટા ભાગે ખાનગી શાળા હોયછે. પરિણામે ગામડાના વિદ્યાર્થીઓ શાળાઓનું અંતર દૂર હોવાને કારણે પરેશાની ભોગવે છે… વિદ્યાર્થીઓ મોટે ભાગેતો શાળાએ જાય છે. પરંતુ વિદ્યાર્થીનીઓ મોટા ભાગે શાળાએ જવાનું ટાળે છે… એ તો ઠીક અનેક શાળાઓમાં ક્લાસની સંખ્યા ઓછી છે તો અનેક શાળાઓ જર્જરિત બની ગઈ છે. સરકાર તેને રિપેર પણ નથી કરતી કે કરાવતી તો નવી શાળાઓ પણ નિર્માણ કરતી નથી. પ્રાથમિક સુવિધાના નામે શાળાઓમા ખાસ કશું નથી તેમ કહીએ તો ખોટું નથી…..!
મધ્યાન્હ ભોજનમાં પણ પૌષ્ટિક આહાર આપવામાં ગુજરાત પછાત છે… તો જે શિક્ષકો બાળકોનું ઘડતર કરે છે તેમાંના મોટા ભાગે ફિક્સ પગારવાળા છે અને તે તેમનો ફિક્સ પગાર છે માત્ર રૂપિયા ૭૮૦૦/- માસિક. આવી છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની આછેરી ઝલક…. તો સામે જુઓ દિલ્હી રાજ્ય સરકારની શિક્ષણ નીતિ… ત્યારે જા ગુજરાત સરકારના હૈયે ગુજરાતના બાળ વિદ્યાર્થીઓનું હિત હોય તો દિલ્હી સરકારના રસ્તે આગળ વધે….. બાકી શિક્ષણના તાયફા દરરોજ જાવા – સાંભળવા મળે છે….! ગુજરાતના વિકાસ માટે ખાનગી નહીં પરંતુ સરકારી શાળાઓને આધુનિક બનાવો તો ગુજરાતનું હીર ઝળકી ઉઠવા સાથે મહેકી ઉઠશે.
(જી.એન.એસ, હર્ષદ કામદાર)