દેડિયાપાડાના કંજાલ ગામની પરણિતાનું વિષપાન
- અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરતી પરણિતાનું કરુણ અંજામ
દેડીયાપાડા તાલુકાના કંજાલ ગામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરતાં પરિણીતાનો કરૂણ અંજામ આવ્યો હતો. બનાવની વિગત અનુસાર મરનાર કુસુમ્બાબેન જીતેશભાઈ શકરાભાઈ વસાવા (રહે કંજાલ નિશાળ ફળિયું ) પોતાના ઘરમાં કારણોનો સર કપાસમાં છાંટવાની મોનોકોટો નામની ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર અર્થે દેડીયાપાડા સરકારી દવાખાના ખસેડાઇ હતી, ત્યાંથી દેડીયાપાડા સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા સરકારી દવાખાને દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરેલ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)