જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની પરિવાર દ્વારા કરવામાં આવ્યું ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની પરિવાર દ્વારા  કરવામાં આવ્યું ચક્ષુદાન
Spread the love

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં તા.૨૦-૧૧-૨૦૧૯ના રોજ સોની મનોજભાઈ નવનીતભાઈ પાટડીયાના માતૃશ્રી તેમજ માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરાના નજીકના ભાભી સોની અનસુયાબેન નવનીતભાઈ પાટડીયા (ઉ.વર્ષ.૭૫) નુ દુઃખદ અવસાન થતા તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરાએ “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અને કિશોરભાઈ બામરોટીયા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.જેનો સ્વિકાર સહદેવભાઈ જોટવાએ કરી કરશનભાઈ વાજાને અર્પણ કરતા તેના દ્વારા વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

સોની પાટડીયા પરિવારના આ ઉતમ નિર્ણય થી બે અંધજનોના જીવનમાં ઉજાશ આવશે. આજના આ ચક્ષુદાનના આ કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે.અને ચક્ષુદાન દ્વારા દાનનો ઋણ સ્વિકાર કર્યો છે.સોની સમાજ પાટડીયા પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે. પાટડીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે.અને શ્રીજીચરણ પામેલ અનસુયાબેનને શ્રધ્ધાંજલી અર્પણ કરે છે.     

સોની પાટડીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને  શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,  સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ, આહિર સમાજ માંગરોળ, સ્વ.લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, માંગરોળ તાલુકાના તમામ પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે. આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની  પ્રભુ શક્તિ  આપે તેવી પ્રાર્થના  કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ અનસુયાબેનના આત્માને શ્રીજીના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી…. 

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!