ધાનેરા રોહિત સમાજના તેજસ્વી તારલા અને નવીન નિમણુક પામેલ કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ
આજરોજ તા.24/11/2019 ધાનેરા તાલુકાના રોહિત સમાજનો તેજસ્વી તારલાઓ અને નવીન નિમણુક પામેલ કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. જેમાં શ્રી 1008 શિવનાથ સાંચોર મઠ શ્રી ગણેશ નાથજી મહારાજ તથા શ્રી 1008 રામચંદ્રજી મન્ડાર મઠ શ્રી શિવનાથજી મહારાજ ના આશીર્વચન આપવામાં આવ્યા તથા ડૉ.પંકજભાઈ કે. સત્યપાલ નિખાર હોસ્પિટલ પાલનપુર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ.10 અને ધોરણ.12 તથા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અને અન્ય ડિગ્રીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા નવીન નિમણુક પામેલ કર્મચારી ઓ જેમાં તલાટી, પોલીસ, શિક્ષક, ડોકટર અને અન્ય પોસ્ટમાં નોકરી મેળવેલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે જમણવાર કરીને કાર્યક્ર્મ સફળ બનાવવા આવ્યો હતો.