ઓસ્ટ્રેલિયા ખાતે માનું તેડું ના વધામણા કરાયા

દેવાધીદેવ પ્રભુ શિવજી ના અર્ધાગીની અને કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી ના તિર્થસ્થાન સમાન ઉંઝા ખાતે આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અતર્ગત માનું તેડું ના વિશ્વબરના ૧૨૯ દેશોમાં ભવ્ય વધામણાં કરવામાં આવી રહ્યા છે. નાના બાળકોથી લઈને વયોવૃધ્ધ ભક્તોએ માનું તેડું ના વધામણાં કરી રહ્યા છે.ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન અને સીડની સહિતનાસ્ટેટમાંવસતા કડવા પાટીદારો મા કુળદેવી ઉમિયા માતાજી ના ભવ્યાતિભ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ને ઉજવવા થનગનાટ અનુભવી રહ્યા છે. મ્ કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે દરેક જ્ઞાતી, કોમ અને ધર્મ સંપ્રદાયના લોકો અતુટ શ્રદ્ધા અનુભવે છે.ઓસ્ટ્રેલીયા દેશમાં ઢોલનગારાના તાલે મા કુળદેવી ઉમીયાના વિવિધ ભક્તિ ગીતો સાથે જય જયકાર કરી મા નું તેડું ના વધામણાં કર્યા હતા. ઉંઝાનગર જ નહીં, પણ સમગ્ર વિશ્વના ૧૨૯ દેશમાં વસતા કડવા પાટીદારો મા કુળદેવી ઉમિયાજી નો ઉત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.