નેત્રંગ તાલુકાની ૨૦ શાળાઓ બંધ થવાથી ૪૦૯ આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય
- ૪૦ શિક્ષકો ફાજલ પડશે, વિધાથીૅઓ અને વાલીઓ ચિંતિત
- નેત્રંગ તાલુકાની ૨૦ શાળાઓ બંધ થવાથી ૪૦૯ આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતાઓ જણાઇ રહી છે
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ધ્વારા રાજ્યભરમાં કાયૅરત પ્રા.શાળાઓમાં વિધાથીૅઓની સંખ્યા ૩૦થી ઓછી હશે,તે તમામ શાળાઓને મજૅ કરાશે,એટલે કે બંધ કરી દેવામાં આવશે તેવી ચચૉએ ભારે જોર પકડ્યું છે,જેની સીધી અસર ભરૂચ જીલ્લાના તમામ તાલુકા સહિત નેત્રંગ તાલુકામાં પણ જોવા મળી રહી છે,જેમાં નેત્રંગ તાલુકાની ૨૦ જેટલી પ્રા.શાળાઓ બંધ થનાર છે, તેવી સુત્રો પાસેથી માહિતી મળી છે.
જેનું મુખ્ય કારણ શાળાઓમાં વિધાથીૅઓની સંખ્યા ૩૦ થી ઓછી છે,અને ૪૦૯ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતાઓ જણાઇ રહી છે,તમામ શાળાઓમાં સો ટકા આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરતાં હોવાથી વિધાથીૅઓ સહિત વાલી વગૅ ચિંતિત બની ગયો છે,જ્યારે ૪૦ જેટલા શિક્ષકો ફાજલ પડશે તેવી માહિતી મળી છે, આ બાબતે જવાબદાર અધિકારનો સંપકૅ કરતાં સંવાદમાં જણાવ્યું હતું કે,ઉચ્ચ કક્ષાએથી આ બાબતે કોઇ જાણ કરાઈ નથી, ત્યાં સુધી આ બાબતે કહી શકાય તેમ નથી.
નેત્રંગ તાલુકાની કઇ-કઇ શાળા મજૅ થઇ શકે છે
વડપાન, કોચબાર કંપની, ડેબાર, વાંદરવેલી, કુંડ, ગંભીરપુરા, ઝરીયા, નવાપરા, ગોરાટીયા, કોટીમવ, ટીમરોલીયા, કોડવાવ, પાનાહિંબા, ભાંગોરીયા, ચીખલી, બેડોલી, કાળીકંપની, ખાખરીયા, પાડાવડ, રાજકુવા કંપનીની પ્રા.શાળાઓ.
ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)