રાજપીપળા કરજણ નદીના ભાઠામાં જુનારના અડ્ડા પર પોલીસ ત્રાટકી

Spread the love

રોકડ રકમ, 7 મોબાઇલ ફોન, ચાર મોટર સાયકલનો સહિત 2,09,730 રૂપિયાની કિંમત તો મુદ્દામાલ ઝડપાયો.

આઠ જુગારીઓની ધરપકડ, એક ફરાર

રાજપીપળા કરજણ નદીના ભાઠામાં જુગાર ના અડ્ડા જુગાર રમતો હોવાથી બાતમી પોલીસને મળી હતી જ્યારે ડરતા પર રાજપીપળા પોલીસ પર જ નદીના ભાઠામાં જુગારના અડ્ડા પર ત્રાટક દોડધામ મચી જવા પામી હતી. છે, દરમિયાન પોલીસે રોકડ રકમ 7 મોબાઇલ ફોન, 4 મોટરસાયકલ સહિત 2,09,730 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હતો જેમાં આઠ જુગારીઓની ધરપકડ કરાઇ હતી જેમાં એક જુગારી પોલીસને ચકમો આપીને ફરાર થઇ જતાં તેને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે,

આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ એ.એસ.આઇ અલ્કાબેન ચેલાભાઈ એ જાતે ફરિયાદ બની આરોપી વસીમભાઈ મનુમીયાભાઈ કાજી, દિપેનભાઇ વિનોદભાઈ વસાવા, યોગેશ્વરભાઈ રવિશંકરભાઈ વસાવા, કમલેશભાઈ મગનભાઈ વસાવા, નિકુંજભાઈ મનોજભાઈ વસાવા,( રહે, દરબાર રોડ જૂની વાવનો ખાચો) અમિતભાઈ મુકેશભાઈ તડવી, સુનિલભાઈ અભેસિંગભાઈ પરમાર વોન્ટેડ સુરેન્દ્રભાઈ ચતુરભાઈ વસાવા તમામ( રહે, સિંધીવાડ, દરબાર રોડ રાજપીપળા) અને નિકુંજભાઈ મનોજભાઈ વસાવા( રહે,  દરબાર રોડ જૂની વાવનો ખાચો), દિપેનભાઇ વિનોદભાઈ વસાવા( રહે, વૃંદાવન સોસાયટી) સામે ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી તેઓએ જાહેરમાં ગેરકાયદેસર થતાં પોતાનો હરજીત નો જુગાર રમી રમાડી અગરબતી ના કુલ રૂપિયા 1970/- તથા દાવા પરના કુલ ૭૬૦/- મળી કુલ રૂપિયા 2730/-રોકડા તથા મોબાઈલ ફોન નંગ.7 કી.રૂપિયા.14000/- તથા મોટરસાયકલ નંગ.4 કી રૂ 193000/-મળી કુલકિ.રૂ. 209730/- તથા જુગારના સાહિત્ય સાથે રેડ દરમિયાન આરોપી વસીમભાઈ દિપેનભાઇ,  યોગેશભાઈ,  કમલેશભાઈ,  નિકુંજભાઈ, અમિતભાઈ,  સુનિલભાઈ પકડાઈ ગયા હતા અને શૈલેષભાઈ નાસી જઇ જતા તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,  રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!