રાજપીપળાના આરોપીને કોર્ટ દ્વારા હાજર થવાનો વોરંટ કાઢવા થતાં આરોપી હાજર ન થતાં પોલીસ કાર્યવાહી
આરોપી સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ
રાજપીપળાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી ભદ્રેશભાઈ ઠાકોર ભાઈ માલી( રહે, માછીવાડ ગેટ સામે રાજપીપળા) તમે ફોજદારી કેસ ચાલતો હોય આ કેસમાં કોર્ટમાં હાજર થવા વોરન્ટ કાઢવામાં આવ્યું હતું પરંતુ આરોપીએ કોર્ટના હાજર વોરંટ ખરા મન નો અનાદર કરી કોર્ટના નિયમનો ભંગ કરી હાજર ન થતાં તેની સામે કાર્યવાહી કરવાના આદેશ થતા રાજપીપળા પોલીસ મથકે ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટ રાજપીપળાના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે.
રાજપીપળા પોલીસ મથકે ફરિયાદી ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર (રહે, રજીસ્ટાર ચીફ જ્યુડી મેજિ. કોર્ટ રાજપીપળા) એ આરોપી ભદ્રેશભાઈ ઠાકોરભાઈ માલી (રહે, માછીવાડ ગેટ ગેટ પાસે રાજપીપળા )સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી ભદ્રેશભાઇ એ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એમ કામદારની કોર્ટ રાજપીપળામાં ફોજદારી કેસ નંબર. 2589 /2017ના કામે કોર્ટમાંથી આરોપી ભદ્રેશભાઇ ને હાજર વોરંટ કાઢેલ. ભદ્રેશભાઈ આ કેસના આક્ષેપ માંથી મુક્ત રહેવા જાત મુચરકા આપેલ છતાં કોર્ટમાં હાજર નહીં રહી શરતોનો ભંગ કરી કેસની કાર્યવાહીમાં વિલંબ કરી ગુનો કરતાં રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા