વિવિધ બ્રાન્ડના ક્વોટર તથા બિયર ટીન પકડી પાડી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી પાલેજ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબશ્રી વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડસામા સાહેબશ્રી તરફથી જિલ્લામાં પ્રોહી – જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડી. પી. વાધેલા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પાલેજ પો . ઇન્સ શ્રી . બી . પી . રજયા સા. શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પો. સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ. હે. કો મહેશકુમાર દોલતસંગ બ . ન . ૧૦૬૭ નોકરી સર્વેલન્સ સ્કોડનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે મોજે પાલેજ નવીનગરીમાં રહેતા સુરેશભાઇ નિડાદીયાભાઇ ગામીતના ઘરમા ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.
બાતમી તે મકાનમાં તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હોય તેનુ પંચો રૂબરૂ નામ સરનામુ પુછતા તેણે પોતાનું નામ સુરેશભાઇ નિડાદીયાભાઇ ગામીત રહે . પાલેજ નવીનગરી તા . જી . ભરૂચનો હોવાનુ જણાવેલ જેને સાથે રાખી ઘરની તપાસ કરતા ઘરમા બે મીણીયાના થેલા મળી આવેલ જેમા જોતા અલગ અલગ બે બ્રાન્ડના પ્લાસ્ટીકના તથા કાચના ક્વાટર નંગ – ૧૦૨ તથા ટીનના બિયર નંગ – ૬૬ મળી આવેલ જેની કુલ કિંમત રૂ . ૧૮૧૦૦ / – નો મુદ્દામાલ કબ્બે કરી આરોપી સુરેશભાઇ નીડાદીયાભાઇ ગામીત રહે . નવીનગરી પાલેજ તા . જી . ભરૂચ નાનો સ્થળ ઉપર પકડાઇ જઇ પ્રોહી એક્ટ કલમ – ૬૫ ( એ ) ( ઇ ) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . • પકડાયેલ આરોપીઓના નામ – ( ૧ ) સુરેશભાઇ નિડાદીયાભાઇ ગામીત રહે . જુનો ભીલવાડો પાલેજ તા . જી . ભરૂચ * જપ્ત કરેલ મુદ્દામાલ પ્લાસ્ટીકના તથા કાચના ક્વોર્ટર નંગ – ૧૦ર તથા ટીનના બેયર નંગ – ૬૬ કુલ કિંમત રૂપિયા ૧૮ , ૧૦૦ / – નો મુદ્દામાલ કજે કરેલ છે .
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
અ . હે . કો . રમેશચંન્દ્ર ફતેસિંહ ,
અ . હે . કો . મહેશકુમાર દોલતસંગ ,
આ . પો . કો . અશોકભાઇ કાનજીભાઇ ,
અ . પો . કો . મહાવિરસિંહ નાથાભાઇ
અ . પો . કો શીવાભાઇ મહાદેવભાઇ
પાલેજ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે .