સમાજ ચેતના માટે કામ કરતી સેવાભાવી સંસ્થાઓને બિરદાવવી જોઈએ : અરવલ્લી કલેકટર

અરવલ્લી જિલ્લામાં મોડાસાની ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર પ્રમુખપદે સમારોહ યોજીને દિવ્યાંગ દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર ઔરંગાબાદકર ,કેમ્પના આયોજક,ન્યુ લિપ સ્કૂલના ટ્રસ્ટી હરેશભાઇ પટેલ અને જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.પી.પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 500 થી વધુ જરૂરતમંદ દિવ્યાંગોને સાધન વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે યોજેલ.
આ કાર્યક્રમના આયોજક હરેશભાઇ પટેલ સહિત સંસ્થાને આવી માનવીય સેવાઓ હાથ ધરવા બદલ અભિનંદન પાઠવીને આ કાર્યને વધુ વ્યાપ આપવા અનુરોધ કરતા સમાજ ચેતના માટે કામ કરતી સેવાભાવી સંસ્થાઓને બિરદાવવી જોઈએ એમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે દિવ્યાંગોને પોતાનામાં કોઈ ઉણપ કે અન્ય અપંગતા હોવાનો મનમાં લેશમાત્ર વિચાર ઉદ્દભવવા દેવો જોઈએ તેમ જણાવીને કહ્યું કે હાથ વિનાની એક મહિલા પાયલોટ બની શકે છે, એક દિવ્યાંગ કલેકટર પણ બની શકે છે. માટે કોઈ દિવ્યાંગ જરાપણ લઘુતાપણું અનુભવે નહિ તેમ જણાવ્યું હતું.અત્યાર સુધી આવા કાર્યક્રમ માત્ર સરકાર દ્વારા થતા હતા એમાં સમાજ સેવી સંસ્થાઓ હવે આગળ આવી રહી છે તે ખૂબ આવકાર્ય છે,આ સમાજ ચેતનાનું કામ છે.
પ્રારંભે સંસ્થાના કેમ્પસ ડાયરેકટર યશવંત વ્યાસે આ મહેમાનોને આવકારતા આ સંસ્થાની માનવીય અભિગમની સામાજિક સેવા વિશે વિગતો આપી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા બાલ સુરક્ષા અધિકારી દિલીપસિંધ બીહૉલા,અરવલ્લી જિલ્લા સર્વોદય અંધજન મંડળના પ્રમુખ મનુભાઈ જી.પટેલ અને ધર્મેન્દભાઈ પટેલ ફિઝિકલ હેંડીકેપ યુનિયનના માનદ મંત્રી વિનોદ ચંદકાન્ત પટેલ,એસ.પી. ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર શુભમ પટેલ, આરએસએસના કાર્યકર્તા ચંદ્રકાન્ત પટેલ,સામાજિક કાર્યકર હેતલબેન પટેલ,શ્રીમતી રાધિકાબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભુદાસ પટેલ, (મોટી ઇસરોલ)