રાજપીપળાના કસ્ટમરને વિશ્વાસમાં લઈ 9 કસ્ટમર પાસેથી 45,85000/- ખંખેર્યા

Spread the love
  • અલગથી બાયોમેટ્રિક કરવાનો ખર્ચ રૂ.135000/- તથા થાઈલેન્ડની કરન્સી ટ્રાન્સફર કરવાનો ખર્ચ રૂ.125000/-મળી કુલ રૂ.4845000/- રકમ પડાવી કેનેડાને પરમીટ નહીં આપવા છેતરપિંડીની પોલીસ ફરિયાદ.
  • વડોદરા, અમદાવાદના પાંચ ઈસમો સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ

આજકાલ લોકોને વિદેશમાં જવાનો ભારે ક્રેઝ છે, પણ કેનેડા જવા માટે સરળતાથી વિઝા મળતા ન હોવાથી વિઝા પરમીટ આપવા માટે કેટલાક બોગસ લોકો કંપની ખોલી ને લોકો પાસેથી લાખો રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. આવો જ એક રાજપીપળામાં બનવા પામ્યો છે જેમાં રાજપીપળા દોલત બજારમાં રહેતા કસ્ટમરને વિશ્વાસમાં લઈ તેને કેનેડાની  આઈ એમ. સી.લી ની મિસ્સીસૂગા એન્ટોરીયા કંપનીમાં બે વર્ષ માટે વર્ક પરમિટ વિઝા કંપની તરફથી રહેવા જમવાની સુવિધા આપવાનું જણાવી વ્યક્તિ દીઠ રૂ. 450000/- કુલ 9 કસ્ટમર પાસેથી કુલ નાણા 45,85000/- સાથે અલગથી બાયોમેટ્રિક કરવાનો ખર્ચ રૂ.135000/- તથા થાઈલેન્ડની કરન્સી ટ્રાન્સફર કરવાનો ખર્ચ રૂ.125000/-મળી કુલ રૂ.4845000/- નીરકમ   પડાવી કેનેડાને પરમીટ નહીં આપવી વડોદરા, અમદાવાદના પાંચ ઈસમો સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

રાજપીપળા પોલીસ મથકે ફરિયાદી હેમંતકુમાર નરેન્દ્રભાઈ બારોટ (રહે,દોલતબજાર,રાજપીપળા) એ આરોપી વત્સલ પરેશકુમાર ખમાર( રહે વડોદરા )નવીનભાઈ ચોરસીયા (રહે એ/2 અંકુરવાટિકા પંચવટી ગોરવા વડોદરા) રાવલ કાર્તિકભાઈ (રહે,અમદાવાદ)રાજુભાઈ પટેલ(રહે, અમદાવાદ) તથા મનોજભાઈ (રહે વડોદરા) સામે ફરિયાદ નોંધી છે.

બનાવની વિગત મુજબ આરોપી વત્સલભાઈ દ્વારા ફરિયાદી હેમંતભાઈ કસ્ટમર પાસે કેનેડા ખાતે આવેલ આઈ એમ. સી.લી ની મિસ્સીસૂગા એન્ટોરીયા કંપનીમાં બે વર્ષ માટે કામ કરવાની તક અને તે માટે વર્ક પરમિટ વિઝા કંપની તરફથી રહેવા જમવાની સુવિધા આપવામા આવશે તેમ જણાવી વ્યક્તિ દીઠ રૂ. 450000/- ખર્ચ ખાતે એમ જણાવી, હેમંતભાઇએ જણાવેલ તેમના કુલ 9 કસ્ટમરો પાસેથી કુલ નાણા 45,85000/- તેમજ અલગથી બાયોમેટ્રિક કરવાનો ખર્ચ રૂ.135000/- તથા થાઈલેન્ડની કરન્સી ટ્રાન્સફર કરવાનો ખર્ચ રૂ.125000/-મળી કુલ રૂ.4845000/- રકમ લઈ લીધા હતા અને તા.27/ 7 /2019 ના રોજ વર્ક પરમિટ ઉપર કેનેડા લઈ જવા માટેનો બાહેધરી કરાર લેખમાં પ્રોજેક્ટ વિઝા રદ  થાય તો તા. 29 /7 /2019 ના દિન થી 45 દિવસમાં વીઝા ન આપે તો  46 માં દિવસે એટલે કે તા. 12/ 9/ 2019 ના રોજ તમામ પાસેથી લીધેલી રકમ પરત આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી તેમજ પાકી ખાત્રી આપેલ.

તા. 6/ 9 /2019 ના રોજ બાહેધરી સમજૂતી કરાર માં આપે આરોપી દ્વારા કસ્ટમરોના કાગડો તેમજ રૂપિયા પોતાને મળી ગયેલ છે અને કોઈપણ જાતની ચુપ કે કસૂર કરતે અગર તો કસ્ટમરને કોઈપણ જાતની હેરાન ગતિ કે તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી પન પ્રથમ પક્ષકારની રહેશે તેવી પાકી બાહેધરી તેમજ ખાતરી પણ આપેલ. છતાં કરારોમાં જણાવેલ લેખ મુજબ અનુસરણ નહીં પરમીટના આપેલ ના લઇ નાના પરત નહીં આપી વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરી ભાગી જતાં તમામ નવ કસ્ટમર છેતરપિંડીનો ભોગ બનતા ફરિયાદ કરી હતી તેમ જ પાપ કરતા માલૂમ પડેલ કે નવીનભાઈ, કાર્તિકભાઈ તથા રાજુભાઇ તથા મનોજભાઈ જેવો વત્સલના પાર્ટનર હોય તેઓ ની હાજરી માં તમામ વ્યવહારો થયેલા હોય અને વત્સલભાઈ ની આઈ.સી.એલ. નામની કોઇ કંપનીનું અસ્તિત્વ જ નથી અને પોતે કંપનીમાં કોઈ પાર્ટનર નથી તેવું સારી રીતે જાણતા હોવા છતાં આરોપી વત્સલભાઈ એ મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!