નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના પાટિયા પાસે અકસ્માત : મોટર સાયકલના ચાલકનું મોત

Spread the love

નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના પાટિયા પાસે હાઈવે રોડ પરથી પૂરપાટ વેગે ધસી આવતા મોટરસાયકલ ચાલકે મોટરસાયકલ ઓવરટેક કરવા જતા ટ્રેક્ટરને અથાડી અકસ્માત કરતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું,  જ્યારે તેની પાછળ બેસેલા સવારને પણ ગંભીર ઈજા થઈ હતી આ અંગે રાજપીપલા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી છે.

જેમાં ઉદયકુમાર ભુપેન્દ્રભાઈ વસાવા( રહે વિરપોર) ની ફરિયાદની વિગત અનુસાર મરનાર વિરેન્દ્રભાઈ હરિભાઈ વસાવા (રહે ઉ.વ.25, રહે વિરપોર)  એ પોતાના કબજાની કેટીએમ ડ્યૂક 200 મોટરસાયકલ નંબર જી જે 22 જે 1712 પૂરઝડપે ચલાવી ટ્રેક્ટરની ઓવરટેક કરતી વખતે પોતાના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રેકટરની ટ્રોલી પાછળ મોટરસાયકલ અથાડી પોતાને માથા તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા મોટરસાયકલ ચાલક વિરેન્દ્રભાઈ મોત નું મોત નિપજયુ તથા પાછળ બેઠેલ તુષારભાઈને જમણા હાથના ભાગે ફેક્ચર ઇજા પહોંચાડી હતી. રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!