ઘરેથી નીકળી ગયેલ યુવકને તેના પરીવાર સાથે મિલન કરાવતી ચોટીલા પોલીસ

ઘરેથી નીકળી ગયેલ યુવકને તેના પરીવાર સાથે મિલન કરાવતી ચોટીલા પોલીસ
Spread the love

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવ્યું એક ખુબ જ સરાહનીય સેવા કાર્ય જાણવામળતી વિગત અનુસાર ગઇકાલ તા.૨૦/૧૨/૨૦૧૯ ના કલાક ૨૩/૦૦ વાગ્યેથી પો.ઇન્સ શ્રી આર.જે.રામ સાહેબ તથા દેવરાજભાઇ મગનભાઇ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જાની વડલા બોર્ડ પાસે પહોચતા એક યૂવક ખૂલ્લી જગ્યામાં પોતાની મોટર સાયકલ રસ્તા ની બાજુમા મુકી છત્રી નીચે જોવામાં આવતા પો.ઇન્સ. શ્રી આર.જે. રામ સા.નાઓએ તેની પુછપરછ કરતા આ યૂવકે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.

જેથી યુવક નો મોબાઇલ ફોન માંગતા જે મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયેલની હકિકત જણાવેલ જેથી યુવક નો મો.ફોન તેમની પાસેથી  લઇને મોબાઇલ ને ચાલુ કરતા મો.ફોન ચાલુ હોય અને જેમાં કોલ લોગ જોવામાં આવતા ડાયલ કોલમાં પ્રથમ નંબર હોય જે બાબતે આ યુવકને પૂછવામાં આવતા આ નંબર પોતાના ભાઇ નો હોવાનુ જણાવેલ હતું ત્યાર બાદ તેની સાથે ના મો.ફોન પર વાતચીત કરતા મળી આવેલ યુવક ના ભાઇ કલ્પેશે મો.ફોન પર જણાવેલ કે આ તમને મળી આવેલ યુવક નુ નામ જીતેન્દ્રભાઇ છે. અને જે મારો ભાઇ થાય છે. અને જે જેતપૂર તાલૂકાના શેલકા ગામનો વતની છે. અને તે ઘરેથી કોઇ ને પણ જાણ કર્યા વગર માનસિક બીમારી ના કારણે ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવેલ હતુ.

ત્યાર બાદ અમે ધરના સભ્યો તેની શોધખોળ કરી રહેલ હતા તેમ છતાં પણ તેનો કોઇજ પતો લાગેલ ન હતો. ત્યાર બાદ યુવકના ભાઈ એ ચોટીલા પોલીસ ને જણાવ્યું હતુંકે તમે જીતેન્દ્રભાઇ ને કયાંય જવા દેતા નહિ અમે ચોટીલા પોલી સ્ટેશને તેને લેવા માટે આવીએ છીએ. તેમ જણાવતા મળી આવેલ યુવક જીતેનદ્રભાઇને ચોટીલા પો.સ્ટે ખાતે લઇ આવેલ અને ત્યાર બાદ તેના પરિવાર ના સભ્યો ચોટીલા પો.સ્ટે આવતા  જીતેન્દ્રભાઇ ને તેના પરિવાર ના સભ્યોને સોપી આપી ચોટીલા પોલીસે ખુબજ પ્રશસંનીય કામગીરી કરેલ.

જૂનાગઢ જીલાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પ્રામાણિક નિષ્ઠાવાન અને જાંબાઝ પી.એસ.આઈ.તરીકે શ્રી રામ સાહેબે ખુબજ પ્રશંસનીય કામગીરી કરી અનેક ગુનાઓ પોતાની આગવી સુજબૂજ દ્વારા ઉકલ્યા છે તેમજ માંગરોળ માં પણ એક વિદ્યાર્થીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ સિવાય પણ અનેક લોક હીત કામો કરી ખુબજ નામનાઓ મેળવી હતી અને શ્રી રામ સાહેબને પી.આઈ. તરીકે પ્રમોશન મળતા તેઓની બઢતી સાથે બદલી સુરેન્દ્રનગર જીલાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે થઈ હતી ત્યારે આ નેક ઈમાનદાર અને જાંબાઝ પી.આઈ. શ્રી રામ સાહેબના વિદાઈ સમારંભ માં પણ ખુબજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાજર સહુ કોઈ એ શ્રી રામ સાહેબને ડી.વાઈ.એસપી. તરીકે ફરીથી પ્રમોશન લઈ ફરી આવિસ્તાર માં આવવા લોકો એ પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

ચોટીલા ખાતે પી.આઈ.તરીકે ફરજ બજાવતા શ્રી આર.જે.રામ સાહેબે  અનેક શ્રેષ્ઠ કામગીરીઓ કરી   પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!