કડીના ખંડેરાવપુરા ગામની હાઇસ્કૂલમાં ફિટ ઇન્ડિયા કાર્યક્રમ

કડી તાલુકાના ખંડેરાવ પુરા ખાતે આવેલી શ્રી નવદીપ વિદ્યાલય માં તા.16/12/2019 થી ફીટ ઇન્ડિયા કાર્યક્રમ ખૂબ દબદબાભેર શરૂ થયેલ છે. સોમવારે કાર્યક્રમમાં શ્રી ગણેશ ગિલ્લી દંડા , સાતોલ,દોરડા ફૂદ તથા લંગડી જેવી પરંપરાગત રમતોથી થઈ.મંગળવારે આ રમતોની ફાઈનલ મેચ યોજાઈ. આ સાથે દરરોજ સમૂહ પ્રાર્થનામાં આચાર્યશ્રી નંદુભાઇ પટેલ તથા શિક્ષકશ્રી બી.એચપટેલ દ્વારા યોગ દ્વારા ડેમો આપી વિવિધ યોગનું માર્ગદર્શન આપ્યું તા.20/12/2019 ને શુક્રવારે વિસરાતી જતી લોકકલા ભવાઈ દ્વારા મનોરંજન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ ને રસતરબોળ કરી દીધા. આ કાર્યક્રમમાં ખંડેરાવ પુરા કેળવણી મંડળના મંત્રી શ્રી બી.ટી.પટેલ સરપંચશ્રી નરસિંહ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. ભવાઈ ના કલાકારો શ્રી જીતુભાઈ નાયક(શ્રેષ્ઠ શિક્ષક)મહેસાણા નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.શ્રી ખોડભાઈ પટેલ&શૈલેષભાઈ ઓઝાને મોમેન્ટો આપીને તથા વેદ પ્રજાપતિનું શ્રેષ્ઠ તબલચી તરીકે સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની સફળતા માટે શાળાના સ્ટાફ&કેળવણી મંડળ ના સભ્યો &ભવાઈ ના કલાકારોનો ઋણ સ્વીકાર કર્યો હતો.કાર્યક્રમનું આભાર દર્શન શિક્ષકશ્રી બી.એચ.પટેલે કર્યું હતું. આમ ફીટ ઇન્ડિયા નો કાર્યક્રમ શ્રી નવદીપ વિદ્યાલયમાં ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.