ગોરલ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ વેચાણ ક્લાર્ક દ્વારા રૂ. ૧૯,૬૩,૨૮૧ની ઉચાપત

ઈડર તાલુકાના ગોરલ ગામમાં આવેલ ધી ગોરલ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ ના વેચાણ કલાકૅ સેક્રેટરી અને ચેરમેનની સામે મંડળીનાજ વાઇસ ચેરમેન ધ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે. પોલીસ સુત્રો ધ્વારા મળતી માહિતી અનુસાર ઇડર તાલુકાના ગોરલ ગામમાં ધી ગોરલ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડમા ફરજ બજાવતા કમૅચારી વેચાણ ક્લાર્ક હરેશ મોહનભાઈ પટેલ સેક્રેટરી કૌશિક કેશરભાઈ પટેલ, ચેરમેન નરસિંહભાઈ હાથીભાઈ પટેલ ત્રણે રહેવાસી ગોરલ વિરુદ્ધ મંડળીના જ વાઇસ ચેરમેને જેંશીગભાઈ કેશરભાઈ પટેલ ધ્વારા ૨૦ ડિસેમ્બરના રોજ ઈડર પોલીસ સ્ટેશનનમા ફરિયાદ કરવામાં આવેલ છે.
ફરિયાદમા જણાવેલ છે કે ધી ગોરલ ગ્રુપ સેવા. સહકારી મંડળી લિમિટેડમા વેચાણ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી હરેશભાઈ મોહનભાઈ પટેલે સને ૨૦૧૭ થી સને ૨૦૧૯ ફરજ દરમ્યાન મંડળીના માલ સ્ટોકના નાણા ૪,૭૨,૨૦૦ પુરા પોતાના અંગત ઉપયોગમાં વાપરી તા ૮/૮/૨૦૧૭ થી ૯/૧૦/૨૦૧૭ સુધીમાં માલ સ્ટોકનુ વેચાણ તેઓના પીતા મોહનભાઈ લાલજીભાઈ પટેલ રહે ગોરલનાઓના નામે ધીરાણ રૂપિયા ૧૩,૯૧,૮૯૬ ૩૯ ના બીલ બનાવી વેચાણ કરી કુલ ૧૯,૬૩,૨૮૧.૩૯ મંડળીના નાણાની કાયમી ધોરણે ઉચાપાત કરી હતી.
આ ઉચાપાતમા સેક્રેટરી કૌશિકભાઈ કેશરભાઈ પટેલ અને ચેરમેન નરસિંહભાઈ હાથીભાઈ પટેલનાઓએ હરેશભાઈ મોહનભાઈને પ્રોત્સાહન આપી મંડળીએ મુકેલ વિશ્વાસનો ભંગ કરી ગુન્હો કરવામાં એકબિજાને મદદગારી કરી ગુન્હો કયૉ હતો આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ઈન્ચાજૅ પોલીસ ઈસ્પેક્ટર પી. પી. જાની ધ્વારા કાયૅવાહિ હાથ ધરેલ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)