નર્મદાના પ્રાથમિક શિક્ષકો માટે 24 મી ડિસેમ્બરના રોજ વળતર રજા ની જાહેરાત કરતા પ્રાથમિક શિક્ષકો મા લાગણી
જિલ્લા શિક્ષણાધિકારી એ છે જે પરિપત્ર જાહેર કરી વળતર રજા જાહેર કરી.
તેની સામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે વળતર રજા જાહેર ન કરતા શિક્ષકો માં રોષ.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો આચાર્ય અને આચાર્ય સંગે 24મીની વળતર રજા માટે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી.
2 જી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે જાહેર રજાના દિવસે શાળાઓ ચાલુ રાખેલ અને શિક્ષકોએ શાળા ચાલુ રાખી 150મી જયંતીની ઉજવણી કરી તેની સામે શિક્ષકોએ વળતર રજા ની માંગણી કરી હતી, જેના અનુસંધાને નર્મદા જિલ્લા શિક્ષણધિકારીએ નર્મદાના પ્રાથમિક શિક્ષકો માટે 24 મી ડિસેમ્બરના રોજ વળતર રજા જાહેર ની જાહેરાત કરતાં પ્રાથમિક શિક્ષકો માટે આનંદની લાગણી જન્મી છે. જિલ્લા શિક્ષણધિકારી પાસે પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારી નો પણ ચાર્જ છે. તેમને એક પરિપત્ર જાહેર કર્યો છે. આ વળતર રજા માં માત્ર પ્રાથમિક શિક્ષકો માટે જ જાહેર કરાતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે વળતર રજા જાહેર ન કરાતા શિક્ષકોમાં રોષની લાગણી જન્મી છે.
આ અંગે નર્મદા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો એ પણ 24 મીએ વળતર રજા ની માંગ કરી છે, અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકસંઘ અને આચાર્ય સંઘ પણ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી 24 મીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે પણ 24 મી વળતર રજા ની માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.