પોઇચા ચોકડી પર અમદાવાદથી છતીસગઢ જતી પેપર મશીન ભરેલી ટ્રક પંચર પડતાં ટ્રક ચાલકને પકડી ધાક ધમકી આપી રૂ.10,100ના મુદ્દામાલની લૂંટ

Spread the love

લાખોના પેપરનો મુદ્દામાલ બચી જતા રાહત.

ચાર અજાણ્યા ઈસમોએ ટ્રક ચાલક પાસેથી મોબાઈલ ફોન રોકડા 7600/- તથા ડેબિટકાર્ડ લૂંટી નાસી જતાં પોલીસ ફરિયાદ.

રાજપીપળા નજીક પોઇચા ચોકડી પર અમદાવાદથી છતીસગઢ જતી પેપર મશીન ભરેલી ટ્રક પંચર પડતાં ટ્રક ચાલક ટ્રકમાં એકલો હોવાથી મોબાઈલની બેટરીથી ટ્રકમાંથી નીચે ઉતરી ટાયર ચેક કરતો હતો, તે વખતે ટ્રક ચાલકને પકડી ધાક ધમકી આપી તેની પાસેથી ચાર અજાણ્યા ઈસમોએ ટ્રક ચાલક પાસેથી મોબાઈલ ફોન રોકડા 7600/- તથા ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા 10100/- મુદ્દામાલની લૂંટ કરી નાસી જતાં ચાર અજાણ્યા ઇસમો સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.

આ બાબતની પોલીસ ફરિયાદ ટ્રક ચાલક દલબીરસિંહ જશવંતસિંહ પનેસર (રહે,અમદાવાદ,  સમ્રાટનગર, ઇસનપુર જી. અમદાવાદ મૂળ રહે, અમૃતસર ગગડબાના,  પંજાબ) અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી દિલબીરસિંહ પોતાની ટ્રક નંબર જીજે ઝીરો 01 ડીઝેડ 8593 લઈને અમદાવાદથી પેપર મશીન ભરીને છત્તીસગઢ જતો હતો તે દરમિયાન પોઇચા ચોકડી થી એક કિમી દૂર આવતા ટ્રક પંચર પડતાં ટ્રકની સાઈડમાં ઉભી રાખી ચાલક દિલબીરસિંહ નીચે ઉતરી મોબાઈલની લાઈટ વડે ટાયર ની તપાસ કરતો હતો. તે વખતે ચાર ઈસમોએ જે આશરે 19 થી 21 વર્ષના અને શર્ટ તેમજ પેન્ટ પહેરેલા હતા. તેમાંથી બે ઈસમોએ દિલબીરસિંહ ને પકડી લઇ બે ઈસમો દ્વારા તેઓની પૈસા નહીં તો મારા ખાના પડે તેવી ધમકી આપી દિલબીરસિંહ ગભરાઈ ગયો હતો અને તેને ચારેય ઈસમો મારશે તેની બીકે પોતાની પાસેનો એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂ. 2500/- તથા ઝભ્ભાના કિસ્સામાં મૂકેલા રોકડા રૂપિયા 7600/- તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીનું ડેબિટકાર્ડ કાઢી આપતા કુલ રૂ.10100 /-મુદ્દામાલની લૂંટ કરી આરોપીઓ નાસી જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકમાં ફરિયાદી ચાલક ટ્રક માં એકલો જ હોય ટ્રકમાં ભરેલો સામાન પણ છતીસગઢ મુકામે સમયસર પહોંચાડવાનો હોય જે તે વખતે ફરિયાદ આપી ન હતી પરંતુ ચાલકના શેઠે બીજા ડ્રાઇવરની વૈકલ્પિક વ્યવસ્થા કરતા પાછળથી ફરિયાદ નોંધાવતા રાજપીપરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!