ધનસુરા તાલુકા ના મલેકપુર ગ્રામપંચાયત ના મકાન બાંધવામાં વર્ષો વીતવા સતા મકાનનું કામ બાકી ને બાકી।

ધનસુરા તાલુકા ના મલેકપુર ગામે ગ્રામપંચાયત ના મકાનનું બાંધકામ છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમય થવા આવ્યો તેમ છતાં હજી પણ કામ અધૂરું છે કેમ જાણે લાગતા વળગતા અધિકારી ઓને નાના ગામડાના વિકાસના કામો કરવામાં રસ નથી મલેકપુર સરપંચ દ્વારા વારંવાર રજુઆત કરેલ છે આ બાબતે ગામલોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળે છે તાલુકા સઁકલન સમિતિ માં પણ વારંવાર રજુઆત થયેલ છે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંગત રસ લઈ ઘટતી કાર્યવાહી કરે તેવું ગામલોકો ની માંગણી છે જે ગામમાં ગ્રામપંચાયત ના મકાન બાંધવામાં 5 થી 7વષૅ લાગતા હોય તો બીજા ગામના કામો કયારે થાય વહીવટી તંત્ર ઉપર ચોક્કસ પ્રશ્ન ઉભો થાય છે શું વહીવટી તંત્ર એ કોન્ટ્રાક્ટરો ને નિયત સમયમર્યાદામાં કામ પૂરૂ કરવાનું નથી જણાવેલ? રીપોર્ટ। મનોજ રાવલ ધનસુરા