ભિલોડા પોલીસે માર્ગ મકાન વિભાગને નોટિસ ફટકારી : રોડના કારણે અકસ્માત થશે તો ગુન્હો નોંધાશે

ભિલોડા પોલીસે માર્ગ મકાન વિભાગને નોટિસ ફટકારી : રોડના કારણે અકસ્માત થશે તો ગુન્હો નોંધાશે
Spread the love

ભિલોડા વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થવાની સાથે અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનું મોત નિપજતા ભિલોડા પોલીસે નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ ભિલોડાને નોટિસ ફટકારી ભિલોડા વિસ્તારના રસ્તાઓ પર જરૂરી સિગ્નલો, રોડ પર સફેદ પટ્ટા મારવા તેમજ રોડ પર વાહનચાલકો માટે આડાશ રૂપી ઝાડવાનો નિકાલ કરવામાં આવેની તાકીદ કરી નોટિસ મળ્યાની ૭ દિવસમાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવામાં આવે અને ૭ દિવસના સમયગાળામાં રસ્તાઓ પર જરૂરી કામગીરી કરવામાં નહિ આવે તો અને અકસ્માતમાં રોડની કોઈપણ બેદરકારી જણાઈ આવશે તો માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારી સામે કાયદેસરનો ગુન્હો નોંધવામાં આવશેની ચીમકી ઉચ્ચારી છે

ભીલોડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફેટલ અકસ્માતો થયેલ છે , જેમાં નિર્દોષ નાગરીકો વાહન ચાલકોના મોત થયેલ છે , જે અકસ્માતો અટકાવી શકાય તે સારૂ જરૂરી પગલાં લેવાના થતા હોઇ જેથી ભીલોડા પોલીસે સ્ટેશન વિસ્તારના  ભીલોડાથી રાયસીંગપુર તથા ટાકાટુકાથી ભાણમેર ઝાઝરી બોર્ડર ભીલોડાથી વિપુર ગામ સુધી તથા ગંભીરપુરાથી વાઘેશ્વરી ભીલોડા થી મલાસા ગામ ભીલોડા થી મઉ ગામ સુધી તથા ભીલોડાથી ધોલવાણી ત્રણ રસ્તા મોહનપુર રીંટોડા  અને રાયપુર ગામના પુલ સુધી તેમજ રીંટોડા ત્રણ રસ્તાથી હરીપુરા ગામ તેમજ ભેટાલી ચાર રસ્તા થી ખેરાડી તથા ભેટાલી ચાર રસ્તાથી ટોરડા સુધી તથા ટોરડા થી બુધરાસણ સુધીના રસ્તાઓ આપના હસ્તકમાં આવેલ છે.

જે રસ્તાઓ ઉપર વળાંકો આવે છે, જે વળાંકમાં બંમ્પ લગાવવા જેના ઉપર સફેદ પટ્ટાના સીગ્નલ તેમજ રેડીયમના સીગ્નલ દર્શાવતા બોર્ડ લગાવવા તેમજ વળાંક વાળા અને સીધા રસ્તા ઉપર જે ઝાડી ઝાખરા રોડ ઉપર આવી ગયેલ છે. જેના કારણે અકસ્માતો થયેલ છે . અથવા અકસ્માત થવાનો સંભવ હોવાથી રોડ પરના ઝાડી-ઝાંખરા અને આડાશો દૂર કરવામાં આવે તથા રસ્તા ઉપર આપના તરફથી તમામ કાર્યવાહી પુર્ણ કરવા તમોને જાણ કરવામાં આવે છે, અને રસ્તા ઉપરનું કામ પૂર્ણ કરી દિન-૦૭માં અમોને રીપોર્ટ કરવા તાકીદ કરી છે માર્ગ અને મકાન વિભાગ તરફથી થયેલી કામગીરી અંગેનો રિપોર્ટ ઉપરી અધિકારી ને રીપોર્ટ પાઠવવાનો થતો હોઇ અને આપના તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં ન આવે અને આપની કોઇપણ જાતની બેદરકારી જણાઇ આવશે તો આપના વિરૂધ્ધ કાયદેસર ગુન્હો દાખલ કરવામાં આવશેની નોટિસ ફટકારતા માર્ગ અને મકાન વિભાગમાં હડકંપ મચી છે

Admin

Admin

9909969099
Right Click Disabled!