કડી સર્વ વિદ્યાલય સંસ્થા દ્વારા પૂજ્ય છગનભાની ૭૯ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રમતોત્સવ યોજાયો

સર્વ વિદ્યાલય સંસ્થાના આદ્યસ્થાપક પૂજ્ય છગનભાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે “પૂજ્ય છગનભા વિજયપદ્મ” રમતોત્સવ કડી કેમ્પસ અને ગાંધીનગર કેમ્પસની તમામ શાળાઓ વચ્ચે આંતરિક રમત-ગમત અને બૌધિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.પૂજ્ય છગનભાની ૭૯ મી પુણ્યતિથિ નિમિત્તે ૩૧ મો “પૂજ્ય છગનભા વિજયપદ્મ” રમતોત્સવ નું આયોજન સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી ખાતે કરવામાં આવ્યું.કુલ ત્રણ પ્રકારની સ્પર્ધાઓ આઉટડોર સ્પર્ધા,ઇન્ડોર સ્પર્ધા અને બૌધિક સ્પર્ધાઓ,જેમાં કબ્બડી,દોડ,ગોળાફેક,લાંબીકૂદ,રાયફલ શુટિંગ,બેડમીંટન,ટેબલ ટેનીસ,કરાટે,સ્કેટીંગ,ચેસ,કેરમ,નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. “પૂજ્ય છગનભા વિજયપદ્મ” રમતોત્સવમાં કડી કેમ્પસની ૧૦,ગાંધીનગર કેમ્પસની ૧૩ અને વડનગરની ૧ થઇ કુલ ૨૪ શાળાઓનાં ૭૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો.સંસ્થાના મંત્રીશ્રી ડૉ.મણીભાઈ પટેલ,ડૉ.રમણભાઈ પટેલ અને શાળાના પ્રિન્સીપાલશ્રીઓ દ્વારા વિજેતા બનેલ વિદ્યાર્થી ખેલાડીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા.