નેત્રંગના મોઝા ગામે વિધવા મહિલા સંમેલન યોજાયું

- પુવૅમંત્રી ખુમાનસિંહ વાંસીયાની આગેવાનીમાં ગામે-ગામથી મહિલાઓ ઉમટી
- નેત્રંગના મોઝા ગામે વિધવા મહિલા સંમેલન યોજાયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના મૌઝા ગામની પ્રા.શાળાના ભવનમાં વિધવા બહેનોનું સંમેલન યોજાયું હતું,પુવૅમંત્રી ખુમાનસિંહ વાંસીયાની આગેવાનીમાં યોજાયેલા કાયૅક્રમમાં બહેનોએ પોતાના જીવનની વ્યથા, વેદના અને સંઘષૅભયૉ દિવસો યાદ કરતાં ઉપસ્થિત વિધવા બહેનોની કરૂણાવંતિક અને દયાજનક સન્નાટો વ્યાપી ગયો હતો,જેમાં દારૂના દુષણથી મોટા ભાગની બહેનો વિધવા બની છે, તેવી ચોકાવનારી માહિતી સામે હતી,જેમાં ખુમાનસિંહ વાંસીયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું,વિધવા બહેનોને માસિક રૂ.૧૨૫૦ના બદલે રૂ.૩૦૦૦ની સહાય આપવી જોઇએ,અને સરળ બનાવવાની અત્યંત જરૂરી છે,જેથી વધુમાં વધુ બહેનો તેનો લાભ લઇ શકે, જે પ્રસંગે પુવૅમંત્રી ખુમાનસિંહ વાંસીયા,નરેન્દ્રસિંહ રાજ,સરપંચ ગીરીશભાઇ વસાવા, હુનીયા વસાવા સહિત મૌઝા, હાથાકુંડી, પુંજપુંજીયા, ચાસવડ, નવી જામુની, ની જામુની સહિત નેત્રંગ ગામમાંથી મોટી સંખ્યામાં વિધવા બહેનોને ઉમટી પડી હતી,
ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ