રાજસ્થાનના આબુરોડ ખાતે આવેલા વિર બાબાની શોભાયાત્રા

ગુજરાત બોર્ડરને અડીને આવેલા રાજસ્થાન સરહદ નાં આબુરોડ ખાતે શ્રી મસાણીયા વીર બાબા ની ભવ્ય શોભાયાત્રા યોજાઇ. આ શોભાયાત્રા દરમિયાન આબુરોડના સમગ્ર માર્ગો પર જય મસાણીયા વીર બાબાના નામથી ગુજી ઉઠયા હતા. આ શોભાયાત્રા મસાણીયા વીર બાબાના મંદિર થી નીકળી અકરાભટ્ટાના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરીને મસાણીયા વીર બાબાનાં મંદિર ખાતે સમાપન થયું હતું. આ શોભાયાત્રા દરમિયાન આકરાભટ્ટાનાં નગરવાસીઓ ઝુમી ઉઠયા હતા. આ શોભાયાત્રામાં દરમિયાન મસાણીયા વીર બાબાનાં જયજયકારથી ગુંજી ઉઠયાં હતાં.
આ શોભાયાત્રા છેલ્લા 10 એક વરસથી આ મંદિર નાં ભોંપિજી વિમલા દેવી સહિત મંદિર નાં સેવક ઘણ દ્વારા અકરાભટ્ટા ખાતે નીકળવા માં આવે છે આ શોભાયાત્રા દરમિયાન અકરાભટ્ટા ગામના સમગ્ર માર્ગો જય વિર બાબા નાં નાજ થી ગૂજી ઉઠયાં હતાં અને આ શોભાયાત્રા થી અકરાભટ્ટા ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને મંદિરનાં ભક્ત પણ આ શોભાયાત્રામાં નાચી ઉઠયાં હતાં. આ શોભાયાત્રા ને સફળ બનાવવા માટે વિર બાબા મંદિરનાં ભોપિજી વિમલાબેન સહિત મંદિરનાં સેવક ઘણો દ્વારા તન-મન અને ધનથી યોગદાન આપ્યું હતું અને આ શોભાયાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.
અમિત પટેલ (અંબાજી)