ઘરફોડ ચોરીના ગુનાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ભરૂચ LCB

ઘરફોડ ચોરીના ગુનાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ભરૂચ LCB
Spread the love

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ઘરફોડ ચોરીના અટકાવવા તેમજ શોધી કાઢવા તેમજ ઉડાણપુર્વક તપાસ કરવા આપેલ સુચના અધારે તથા એલ . સી . બી . પો . ઇન્સ જે . એન . ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ વેડચ પો . સ્ટે . ગુ . ર . નં 1 ૨૦ / ૨૦૧૯ ઇ . પી . કો . કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ , ૪૧૧ મુજબનો ગુનો તા . ૧૮ / ૦૭ / ૨૦૧૯ ના રોજ નોંધાવા પામેલ જે ગુનામાં સવા લાખથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ ચોરીમાં ગયેલ જે ગુનો લાંબા સમય સુધી વણશોધાયેલ રહેતા સદર ગુનાની વધુ તપાસ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સુચનાથી અત્રે એલ . સી . બી . માં સોંપવામાં આવેલ.

આ ગુનાના કામે એલ . સી . બી . પો . સ . ઇ . શ્રી એ . એસ . ચૌહાણ તથા ટીમના પ્રયત્નોથી અગાઉ ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ અને આ ગુનાના કામે તપાસ દરમ્યાન બે આરોપીની ધરપકડ કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા ચોરીમાં સોના ચાંદીના દાગીના નડીયાદ ખાતે વેચેલ હોવાની હકિકત જણાતા પો . સ . ઇ . તથા ટીમને ધરપકડ કરેલ આરોપી સાથે નડીયાદ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને નડીયાદ સોની બજારમાં તપાસ કરતા ચોરીના દાગીના લેનાર આરોપી મળી આવતા તેને ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના બાબતે પુછતા સદર મુદ્દામાલ વેચાણ લીધે ઘણો લાંબો સમય થઇ ગયેલ હોય સમયાંતરે દાગીના ઓગાળી દીધેલ હોવાની હકિકત જણાતા . સદર રીશીવર પાસેથી સોના તથા ચાંદીની રણી કન્જ લઇ રીશીવર આરોપીને અત્રે લઇ આવી ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખવાના આરોપસર ગુનાના કામે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે .

ધરપકડ કરેલ આરોપીઓ 

( ૧ ) હર્ષદભાઇ ઉર્ફે લાલાભાઇ મનુભાઇ ચોક્સી રહે . નડીયાદ ખડાયતા પોળ સાથબજાર ભાવસારવાડ તા . નડીયાદ જી . ખેડા

કબ્જે કરેલ મુદ્દામાલ 

( ૧ ) એક સોનાની રણી વજન ૨૧ ગ્રામ કિં રૂ ૧૦ , ૦૦૦ / ( ૨ ) એક ચાંદીની રણી વજન ૧૭ર ગ્રામ કિં રૂ ૫ , ૦૦૦ / કુલ કિં . રૂ . ૬૫ , ૦૦૦ /

 આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ 

આ કામે પકડાયેલ આરોપી આજથી ત્રણેક વર્ષ અગાઉ અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ૯૭ ગ્રામ સોના ચાંદી સાથે ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખવાના આરોપસર પકડાયેલ

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ, હે.કો. સંજયદાન, દીલીપભાઇ, હીતેષભાઇ, જયેન્દ્રભાઇ તથા પો. કો. અરૂણાબેનનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!