દિયોદર : શિક્ષિકાએ આત્મહત્યા કર્યાની ફરિયાદ

દિયોદર તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાનુ મોત થયું હતું. પિયર પક્ષે જાણ થતાં આત્મહત્યા કરી હોવાની આશંકાને પગલે ફરિયાદ આપી છે. સાસરીયાના માનસિક ત્રાસથી શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાની ફરીયાદ તેના પિતાએ દાખલ કરાવી છે. દિયોદર પોલીસે પતિ સહિત 3 ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનના પરંતુ વર્ષોથી ઈડર તાલુકામાં રહેતા પરિવારની સોનલ વાઘેલાના લગ્ન દાંતા તાલુકાના ગોધાણી ગામે રહેતા રાજદીપ સિંહ વાઘેલા સાથે થયા હતા. લગ્ન બાદ એક દીકરાનો જન્મ પણ થયો હતો. આ પછી સોનલ વાઘેલાને દિયોદર તાલુકાની રાંટીલા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની નોકરી મળી ગઈ હતી. પતિ દારુના નશામાં પત્ની સોનલ સાથે મારઝૂડ પણ કરતો હતો. શિક્ષિકા સોનલે આખરે કંટાળીને સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને કરી હતી.
શિક્ષિકાના પિતાએ દીકરીનું ઘર ના ભાગે તે માટે જમાઈ રાજદીપ સિંહને જરૂરિયાત પ્રમાણે અઢી લાખ રૂપિયા આપ્યા હતા. આ પછી ઝઘડો ચાલું રહ્યા દરમ્યાન ગત સાંજે શિક્ષિકાના પતિએ સસરાને ફોન કર્યો હતો. જેમાં સોનલના મોતની વિગતો મેળવી પિયરના તાત્કાલિક દોડી ગયા હતા. જેમાં શિક્ષિકા સોનલનું મોત શંકાસ્પદ જણાતાં આપઘાત કર્યો હોવાની ફરીયાદ આપી હતી. સમગ્ર મામલે દિયોદર પોલીસેને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.