જીવદયા મિત્ર મંડળ ખેડબ્રહ્માની ટીમ દ્વારા અંબાજી ખાતે ગરીબ બાળકોને સ્વેટર-ધાબળાનું વિતરણ

જીવદયા મિત્ર મંડળ ખેડબ્રહ્માની ટીમ દ્વારા અંબાજી ખાતે ગરીબ બાળકોને સ્વેટર-ધાબળાનું વિતરણ
Spread the love

થર્ટી ફસ્ટ એટલે કે આજની યુવાપેઢી આ દિવસ ને એક તહેવાર તરીકે ઉજવે છે એ પણ ભારતીય કલ્ચર ભૂલી ને પાર્ટી કરવી નાઈટ બહાર જવું ડાન્સ કરવા તે રીતે ઉજવે છે ત્યારે ભારત ના યુવાઓ ભારતીય કલ્ચર ભૂલી અને વિદેશી કલ્ચર તરીકે આ  એક તહેવાર ઉજવે છે ત્યારે ખેડબ્રહ્મા જીવદયા મિત્ર મંડળ ની ટીમ દ્વારા આ યુવા પેઢીને પ્રેરણા સ્ત્રોત બની ઠંડીમાં ઠંડી થી જુંજતા બાળકોને સ્વેટર અને ધાબળા વિતરણ કરી માર્ગદર્શન કરી અને કહેવા માંગે છે કે ભારતીય સંસ્કૃતિ થી તહેવાર ઉજવવો ત્યારે ખેડબ્રહ્મા જીવ દયા યુવક મિત્ર મંડળ ની ટીમ દ્વારા અંબાજી ખાતે નાં પોલીસ સ્ટેશન નાં સામેનાં ફૂટપાથ પર સૂતેલા માણસો, આદિવાસી  આશ્રમશાળામાં 1 નંબર વિસ્તાર માં સ્વેટર અને ધાબળા વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે જીવદયા મિત્ર મંડળના ભુપેન્દ્ર ભોગાવત ,જશપાલ સિંહ બાપુ  સહિત જીવદયા મિત્ર મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપેન્દ્ર ભોગાવતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી જ્યારે ભારતીય કલ્ચર ભૂલી અને વિદેશી કલ્ચર અપનાવી રહી છે કે તે થર્ટી ફર્સ્ટ ને એક તહેવાર તરીક ઉજવી રહી છે આ દિવસે ડાન્સ કરવા પાર્ટી કરવી એવું બધું ભૂલવી અને ભારતીય કલ્ચર તરીકે કે આપણી પાસે જે છે અને જેની પાસે કંઈ નથી જે જરૂરિયાતમંદ છે જેટલું બને તેટલી આપણાથી  જેટલી મદદ કરી શકાય તેટલી મદદ કરવી ભારતીય કલ્ચર અપનાવે તેવું પણ યુવાઓને સંદેશો આપવામાં આવ્યો હતો જીવદયા મિત્ર મંડળ ની ટીમ ખેડબ્રહ્મા ખાતે કેટલાય સમયથી ગૌરક્ષા અને ગૌસેવા પણ કરી રહી છે અને ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરવા ગરીબ બાળકોને નોટબુકનું વિતરણ કરવું જેવા સેવાકીય કાર્યો પણ આ મંડળ દ્વારા સાબરકાંઠાના અને બનાસકાંઠા વિસ્તારમાં કરવામાં આવે છે.

અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!