કડીની એમ.પી શાહ મહિલા આર્ટસ કોલેજમાં ફન ફેર ૨૦૨૦ ઉજવાયો

કડી માં એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી કડી દ્વારા સંચાલિત કોલેજોમાં સી.એન.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,લો કોલેજ,એમ.પી.શાહ મહિલા આર્ટસ કોલેજ આવેલી છે જેમાં એમ.પી.શાહ મહિલા આર્ટસ કોલેજમાં નવા વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ધંધાકીય સૂઝબૂઝમાં વધારો થાય તથા વ્યાપારિક દ્રષ્ટિએ સાહસવૃત્તિ કેળવાય તેવા હેતુ થી મહિલા આર્ટસ કોલેજ ના આચાર્ય ડૉ. હીનાબેન ના વડપણ નીચે ફન ફેર 2020 બુધવાર ના રોજ ઉજવાયી ગયો. એમ.પી.શાહ મહિલા આર્ટસ કોલેજના ફનફેર 2020 માં એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી કડી દ્વારા સંચાલિત વિવિધ કોલેજો જેમાં મહિલા આર્ટસ કોલેજ,લો કોલેજ તથા ઝવેરી આર.ટી.હાઈસ્કૂલ કડી ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.ફનફેર માં ખાણી-પીણી,કપડાં,તોરણ તથા ગૃહ ઉદ્યોગ ના મળી કુલ 18 જેટલા સ્ટોર વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ હતા.મંડળ ની બધી કોલેજોના વિદ્યાર્થીઓએ આ ફનફેર માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.કોલેજ ના પ્રો.વર્ષઆબેન બ્રહ્મભટ તથા પ્રા. ડૉ. વંદનાબેન ઠક્કર ના માર્ગદર્શન તથા મહિલા આર્ટસ કોલેજના આચાર્ય ડૉ. હીનાબેન ના માર્ગદર્શન તેમજ સહકાર થી કાર્યક્રમ યોજાયી ગયો.