ગીરાજની જેલ રોડ ઉપર આવેલ ફેમસ પાન બીડીની દુકાનમાં દુકાનનું છાપરું તોડી ચોરી

જુનાગઢ એસ.પી. સૌરભ સિંગ તેમજ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજના આધારે આ ગુનામાં આરોપી રિયાઝ સલીમભાઈ કુરેશીને પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂ. 8,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી રિયાઝ સલીમભાઈ કુરેશીની પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલા આરોપી દ્વારા ઉપરોક્ત ભૂતકાળમાં આજથી આશરે બે વર્ષ પહેલાં પણ રેલવે સ્ટેશન રોડ ઉપર પાનબીડીની કેબિનના પાતરા તોડી, વસ્તુની ચોરી કરેલાંની કબૂલાત પણ કરવામાં આવેલ છે.
જે અંગેની ફરિયાદ સને 2017 ની સાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે. જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી એક મોટર સાયકલ ચોરી કરેલી આઈ. કે. નામની ઓટો પાર્ટ્સની દુકાનમાંથી, મોડસ ઓપરેનડીથી કુલ ચાર થી પાંચ ચોરીઓની કબૂલાત કરવામાં આવેલ છે. આ સિવાય બીજા કોઇ ચોરી બાબતે સઘન પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)